Bhavnagar જિલ્લાના રાજગઢ ગામ નજીક લીંબડી પેટા કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેનાથી ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા તંત્રના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ભાલ પંથકના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Bhavnagarમાં ઉનાળા ટાણે આ પરીસ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત તંત્રની બેજવાબદારીના કારણે હજારો લિટર પાણી વ્યતિત થતુ હોવાથી જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. આ મામલે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
આ અગાઉ પણ Bhavnagar જિલ્લામાં કેનાલોમાં ગાબડાં પડવાના બનાવો બન્યા છે. જેમ કે, વલભીપુરથી મીઠાપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હતું, જે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોડાયું હતું. આવા બનાવો ખેડૂતો માટે આર્થિક નુકસાન અને પાણીના સંગ્રહમાં અવરોધ ઉભા કરે છે.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને કેનાલોની મરામત અને જાળવણી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય તે જરૂરી બન્યુ છે.
આ પણ વાંચો..
- Border 2: સુનિલ શેટ્ટીએ ‘બોર્ડર 2’ માં અહાન શેટ્ટીને કાસ્ટ કરવામાં આવ્યા છે તે અંગે આ વાત કહી, ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી
- America માં એક પછી એક બેઠક, તેહરાન તણાવપૂર્ણ… ટ્રમ્પનો હુમલો કરવાની યોજના શું છે?
- Rahul Gandhi: વિપક્ષના નેતા રાહુલ ગાંધી અયોધ્યા રામ મંદિરની મુલાકાત લઈ શકે છે; તેમણે 2016 માં હનુમાનગઢીની મુલાકાત લીધી
- West Bengal: પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ ED સુપ્રીમ કોર્ટમાં પહોંચી, શું મમતા બેનર્જી અને કંપની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે?
- Germany: ભારત અને જર્મનીએ પોસ્ટલ, એક્સપ્રેસ અને લોજિસ્ટિક્સ સેવાઓ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા; વિગતો જાહેર કરવામાં આવી





