‘આ બધું આપણા અંતર આત્માને આંચકો આપે છે’, એમ ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે યુપી ઓથોરિટીને ગેરકાયદેસર તોડી પડાયેલ મકાનોના વળતર પેટે 60 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Supreme Court દ્વારા પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને છ વ્યક્તિઓના ઘરોને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા, તેમને પ્રત્યેકને 10 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે, અને આ કાર્યવાહીને “અમાનવીય અને ગેરકાયદેસર” ગણાવી છે.
Supreme Court દ્વારા જણાવ્યુ છે કે, “સત્તાવાળાઓ અને ખાસ કરીને વિકાસ સત્તાવાળાઓએ યાદ રાખવું જોઈએ કે આશ્રયનો અધિકાર પણ ભારતના બંધારણની કલમ 21નો અભિન્ન ભાગ છે. બંધારણની કલમ 21 હેઠળ અપીલકર્તાઓના અધિકારોનું ઉલ્લંઘન કરતી ગેરકાયદેસર તોડી પાડવાની કાર્યવાહીને ધ્યાનમાં લીધી છે અને અમે પ્રયાગરાજ વિકાસ સત્તાવાળાને અપીલકર્તાઓને પ્રત્યેકને 10 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપીએ છીએ.”

ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ચુકાદો આપ્યો કે બંધારણની કલમ 21 હેઠળ યોગ્ય પ્રક્રિયા કર્યા વિના અને આશ્રયના અધિકારનું ઉલ્લંઘન કરીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
“આ કેસો આપણા અંતરાત્માને હચમચાવી નાખે છે. અમે જે મામલાની વિગતવાર ચર્ચા કરી છે તેમાં અપીલકર્તાઓના રહેણાંક મકાનોને ખૂબ જ ખોટી રીતે રીતે તોડી પાડવામાં આવ્યા છે.” તેવી ટીપ્પણી પણ Supreme Court દ્વારા કરાઈ છે.
નોટીસ ચોંટાડી દેવી પૂરતી પ્રક્રિયા નથીઃ સુપ્રિમ કોર્ટ
અધિકારીઓ દ્વારા રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ ફટકારવાની પ્રથાનો ઉલ્લેખ કરતાં Supreme Court દ્વારા ડિમોલિશન નોટિસ કેવી રીતે બજાવવામાં આવી તે અંગે જણાવ્યુ કે, અધિકારીઓએ નોટીસ રૂબરૂ કે રજીસ્ટર્ડ દ્વારા નોંધાવ્યાનો અસ્વીકાર નોંધાવ્યો, અને ફક્ત ચોંટાડી હતી, જે મામલે Supreme Court કહ્યું કે ફક્ત નોટીસ તેને ચોંટાડી દેવી તે પુરતુ નથી, આ ચોંટાડવાની પ્રથા બંધ થવી જોઈએ. તેના કાણે લોકોએ ઘર ગુમાવ્યા છે.
કલમ 27(1) માલિકને કારણ દર્શાવવાની તક આપે છે.
કલમ 27 અનધિકૃત બાંધકામોને તોડી પાડવાનું નિયમન કરે છે. કલમ 27(1) જણાવે છે કે જો કોઈ ઇમારત માસ્ટર પ્લાનનું ઉલ્લંઘન કરીને અથવા યોગ્ય મંજૂરી વિના બનાવવામાં આવે છે, તો વિકાસ અધિકારી માલિકને કારણ બતાવવાની વાજબી તક આપ્યા પછી તેને તોડી પાડવાનો આદેશ આપી શકે છે. આ જોગવાઈમાં જણાવાયું છે કે અસરગ્રસ્ત વ્યક્તિઓને પ્રથમ સૂચના આપ્યા વિના કોઈ તોડી પાડવાનો આદેશ જારી કરવામાં આવશે નહીં.
નોટીસ મળ્યાના બીજા દિવસે મકાનો તોડી પડાયાઃ સુપ્રિમ કોર્ટ
8 જાન્યુઆરી, 2021ના રોજ તોડી પાડવાનો આદેશ પણ લગાવવામાં આવ્યો હતો. પરંતુ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો ન હતો. પ્રથમ રજિસ્ટર્ડ પોસ્ટથી નોટીસ 1 માર્ચ, 2021ના રોજ મોકલવામાં આવ્યો હતો, જે 5 માર્ચ, 2021ના રોજ મળી હતી અને બીજા દિવસે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે અપીલકર્તાઓને કાયદાની કલમ 27(2) હેઠળ અપીલ કરવાની કોઈ તક મળી ન હતી. આ કલમો જે-તે મકાન માલિકોને પોતાનું કારણ દર્શાવવા અને જવાબ રજૂ કરવા યોગ્ય તક આપવાનો હક્ક આપે છે.
આ પણ વાંચો..
- Diwali Stock Picks 2025: આ 9 શેર્સ છે Axis Capitalની પસંદ, 22% સુધીની ઉછાળની આશા
- Horoscope: જાણો કેવો રહેશે તમારો સોમવાર, લાભ થશે કે નુકસાન
- No Drugs in Surat: રાજસ્થાનથી એમડી ડ્રગ્સ વેચવા આવેલા બે દાણચોરો, સપ્લાય પહેલાં ઝડપાયા
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે