Gujaratના ત્રણ જિલ્લાની સરહદ નજીક આવેલા વણાકબોરી ડેમમાં આજે બપોરના સુમારે 2 લોકો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી હતી. મહુધાના સાળો અને બનેવી અત્રે ડૂબ્યા હોવાની માહિતી છે. જ્યાં એકનો મૃતદેહ મળ્યો છે, બીજાની શોધખોળ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ Gujaratના મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવતા વણાકબોરી ડેમમાં આજે ન્હાવા ગયેલા મહુધાના સાળો અને બનેવી એકાએક ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે, તો સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી ગઈ છે.

Gujaratના વણાકબોરી વિયરમાં બંને યુવક એકાએક ડૂબ્યા હતા. બંને યુવકો ખેડા જિલ્લાના મહીસાગરના રહેવાસી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો નદીમાં ન્હાવા આવ્યા હતા, તે પૈકી આ બંને યુવાનો ડૂબી ગયા છે.
ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં આ મૃતદેહોને શોધવાની કામગીરી આરંભાઈ હતી, જેમાં એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો..
- Suratમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી! હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની તપાસ કરી રહ્યા છે સફાઈ કામદારો
- Vadodara-Surat વચ્ચે 25 લાખનો દારૂ જપ્ત, ટ્રક ડ્રાઈવરની ધરપકડ
- Gujaratના દરિયાકાંઠે દરિયામાં 2 બોટ પલટી જતાં 8 લોકો ગુમ, બચાવ દરમ્યાન હવામાન બન્યું અવરોધ
- Gopal Italia એ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, કહ્યું – ‘નાની વયની દીકરીઓને ભગાડીને લઈ જવાનું ખૌફનાક ષડયંત્ર ચાલી રહ્યું છે’
- Horoscope: મેષ થી મીન રાશિ માટે 20 ઓગસ્ટનો દિવસ કેવો રહેશે? જાણો તમારું રાશિફળ