Gujaratમાં નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ઉતાવળે સીટી બસ સેવા શરૂ કરી દીધી હતી. તે સમયે તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર દ્વારા જરૂરી દસ્તાવેજો ચકાસ્યા વિના જ બસને લીલી ઝંડી આપી દેવાઈ હતી. જે બાદ 20 દિવસ સુધી આ સીટી બસો દોડી અને વિવાદ થતાં પાછી તેના પૈડા થંભી ગયા હતા.
Gujarat નડિયાદના નગરજનોનું સીટી બસમાં મુસાફરીનું સ્વપ્ન અધિકારીઓના પાપે પૂર્ણ થઈ શકતુ નથી. તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર રૂદ્રેશ હુદળ દ્વારા જે-તે સમયે ઉતાવળે સીટી બસનો કોન્ટ્રાક્ટ કરી નાખવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટ દરમિયાન નિયમોનુસાર ચીફ ઓફીસરે સીટી બસોના તમામ મહત્વ દસ્તાવેજોની ખરાઈ કરવાની હોય છે અને સીટી બસના કોન્ટ્રાક્ટમાં જ આ દસ્તાવેજો પણ ચકાસવાની ખાસ જોગવાઈ છે, તેવા સમયે ચીફ ઓફીસર દ્વારા કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દીધી હતી.
જે બાદ સીટી બસ શરૂ થઈ અને બાદમાં RTOને લગતી કોઈ પણ કાર્યવાહી આ સીટી બસના કોન્ટ્રાક્ટરે ન કરી હોવાનું સામે આવ્યુ હતુ. આ વિવાદ છેડાયો અને તે બાદ સીટી બસના પૈડા થંભી ગયા હતા.
આ સમગ્ર બાબત માટે તત્કાલિન ચીફ ઓફીસરે કોના દબાણવશ દસ્તાવેજો પણ ચકાસ્યા વિના સીટી બસ શરૂ કરવાનો નિર્ણય લીધો? તે તપાસનો વિષય છે. તેમજ હવે આ કોન્ટ્રાક્ટ રદ્દ કરાયો છે કે પછી પુનઃ સીટી બસો દોડાવાશે? તે અંગે નગરજનોમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો..
- Israel એ યમનની રાજધાની પર મોટો હુમલો કર્યો, અનેક મિસાઇલો છોડી; હુથીઓને નિશાન બનાવ્યા
- Anurag Thakur એ કહ્યું- “હનુમાનજી અવકાશમાં જનારા પહેલા વ્યક્તિ હતા”, શાળાના બાળકોને આ સલાહ આપી
- Tanya Mittal: તાન્યા મિત્તલે પૂછ્યું કે સાચો પ્રેમ અધૂરો કેમ રહે છે, સલમાને કહ્યું- મેં હજુ સુધી તેનો અનુભવ કર્યો નથી
- Amit Shah એ વિઠ્ઠલભાઈ પટેલના સ્પીકર બનવાના 100 વર્ષ પૂરા થવા પર ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી
- Dream 11 હવે આ નવો વ્યવસાય શરૂ કરશે, ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ બાદ કંપની નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે