પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવી રમઝાન Eidની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જીલ્લાના વડામથક ગોધરા ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા Eidની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી.

મુસ્લિમ બિરાદરો દ્વારા એક બીજાન ગળે મળી શુભકામનાઓ પાઠવામાં આવી હતી. સાથે સાથે અન્ય તાલુકાઓ હાલોલ, કાલોલ, શહેરા સહિત પણ Eid પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત હાલોલ, કાલોલ,શહેરા સહિતના નગરોમા રમઝાન Eidની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી સૌ કોઈ મુસ્લિમ બિરાદરો એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી. ગોધરા ખાતે આવેલી Eidગાહ ખાતે મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરોએ હાજર રહીને નમાજ અદા કરી હતી.

દેશમા ભાઈચારો, તેમજ કોમી એખલાસ અને અંખડીતા જળવાઈ રહે તેવી દુવા કરવામાં આવી હતી. હાલોલનગરમાં Eid પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા પાવાગઢ રોડ પર આવેલી નુરાની મસ્જિદ ખાતે Eidની નમાજ અદા કરવામા આવી હતી. મુસ્લિમ બિરાદરોમા Eidને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના ભુલકાઓ પણ સૌ રંગબેરંગી પોશાકમાં મળ્યા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
આ પણ વાંચો..
- હું તેના માટે કંઈ નથી…Suratમાં વધુ એક મોડેલ Anjali varmoraએ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ
- શું ભાજપ Gujaratમાં162મી બેઠક જીતી શકશે? સીઆર પાટીલે પોતે AAPના ‘હીરો’ સામે સંભાળી કમાન
- Gujarat: શાળાઓમાં પ્રવેશ આપતી વખતે બાળકોના નામ પાછળ લખવામાં આવશે અટક, શાળાના દરેક રેકોર્ડમાં એક સમાન હોવું જોઈએ નામ
- Ahmedabadમાં એક જ દિવસમાં 131 નવા Corona દર્દીઓ, સક્રિય કેસ વધીને 646 થયા
- Ahmedabadમાં Finlandનું નવું માનદ કોન્સ્યુલેટ ખુલ્યું; બંને દેશો ઊર્જા, માળખાગત સુવિધાઓ, કૌશલ્ય વિકાસ પર કરશે ધ્યાન કેન્દ્રિત