ગુજરાતમાં ખેડા જિલ્લાના માતર તાલુકામાં એક રાઈસ મીલના વેપારી અને તેના પરીવારે ન્યાય માટે રઝડપાટ કરવાની ફરજ પડી રહી છે. BJP નેતા અને સ્થાનિક પોલીસ અને ડી.વાય.એસ.પી. સુધીના લોકોએ પરીવારને ભારે કનડગત કરી હોવાની ફરીયાદો ઉઠી છે. તો આ વેપારીને હેરાન કરવા માટે BJP નેતા દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરી ખોટી ફરીયાદો નોંધાવાતી હોવાનો પણ આક્ષેપ છે અને સામે વેપારી દ્વારા આપવામાં આવતી ફરીયાદો નોંધવાને બદલે પોલીસ માત્રને માત્ર તપાસ કર્યા બાદ અને પુરાવા રજૂ કરો તો ફરીયાદ નોંધીએ, તેવા જવાબ આપતા પરીવાર માનસિક પીડાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ માતરના લિંબાસીમાં માલાવાડા ચોકડી પાસે રહેતા જીગર ઠક્કર અને તેમના પરીવારે આજે ખેડા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરી છે. જીગર ઠક્કરે જણાવ્યુ છે કે, માતરના ધારાસભ્યનો વહીવટ કરતા BJP નેતા ચંદ્રેશ ઉર્ફે પોપટ પટેલની રાઈસમીલ બેંક હરાજીમાં હતી, તે વખતે બંને મિત્રો હોવાથી ચંદ્રેશ પટેલે આ રાઈસમીલ બચાવવા માટે જીગર ઠક્કર પાસે મદદ માંગી હતી અને જીગર ઠક્કરે આ રાઈસ મીલ માટે જૂન-2023 1.20 કરોડ રૂપિયા ચંદ્રેશ પટેલને આપ્યા હતા.
તે વખતે જામીન પેટે ચંદ્રેશ પટેલની 8 ગુંઠા જગ્યા જીગર ઠક્કરને આપવાનું નક્કી થયુ હતુ, જેથી જીગર ઠક્કરે પોતાના વિશ્વાસુ અને પોતાની રાઈસ મીલમાં નોકરી કરતા ઈનાયતમિયાના નામે આ જમીન કરાવી હતી. ચંદ્રેશ અને જીગર વચ્ચે થયેલા સોદા મુજબ 1.20 કરોડ પરત આપે તે વખતે આ 8 ગુંઠા જમીન પરત ચંદ્રેશ પટેલને આપવાની હતી. આ સમગ્ર બાબતો વચ્ચે પોલીસ દ્વારા જીગરની ફરીયાદો લેવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરાયો છે.
તેમજ જે 2 ફરીયાદ જીગરે નોંધાવી છે, તેમાં ડીવાયએસપી વિમલ બાજપાઈના દબાણના કારણે પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ જરૂરી કલમો પણ ઉમેરવા સહિત ધરપકડ પણ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી આ મામલે ત્વરીત યોગ્ય ન્યાય અપાય તેવી માંગણી ઠક્કર પરીવારે કરી છે.
વિશ્વાસુ મિત્રએ ઉચાપત કરી અને બાદમાં જીગરે જમીન પર ખોઈ
આ વચ્ચે જીગરની રાઈસમીલમાં નોકરી કરતા અને વિશ્વાસુ ઈનાયતમિયાએ રાઈસમીલમાં અન્ય ઈસમો સાથે મળી અને 91.54 લાખ રૂપિયાની ઉચાપત કરી નાખી હતી. સમાયાંતરે રાઈસમીલના કાગળો તપાસતા આ ઉચાપતનો આંકડો કરોડોમાં પહોંચ્યો હતો. જે મામલે જીગરે તેની સામે ફરીયાદ નોંધાવી અને બાદમાં ચંદ્રેશ પટેલ આ ઈનાયતમિયા પાસે ભળી જઈ અને જે વિશ્વાસથી ઈનાયતમિયાના નામે જમીન કરી હતી, તેમાં પણ જીગર ઠક્કરનો કોઈ લાગભાગ નથી અને જીગરના માણસો જમીન પર જતા તેમને પણ તગેડી મુક્યા હતા.
ડીજીપી અને મહિલા આયોગની સૂચનાની ધરાર અવગણના
સમગ્ર મામલે ડીજીપીને ફરીયાદ કરાઈ હતી, જે બાદ ડીજીપીએ ન્યાયિક તપાસ કરવા સૂચન કર્યુ હતુ. આ તરફ મહિલા આયોગમાં ફરીયાદ કરાતા ત્યાંથી પણ ચંદ્રેશ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ સૂચનાઓની ધરાર અવગણના કરી અને ચંદ્રેશ પટેલ અને તેના મળતીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે જીગર ઠક્કરને માર મારી જમીનનો કબ્જો લઈ લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો..
- Gujaratમાં મહિલાઓ સાથે ભાગી જવા બદલ આદિવાસીઓને તાલિબાની સજા, ઝાડ સાથે બાંધીને માર્યો માર
- Gujaratમાં એક યુવતીનું હાઈકોર્ટમાં હાજર થાય તે પહેલાં જ મોત, પ્રેમીએ હત્યાનો શંકા વ્યક્ત કરી
- Horoscope: મેષ થી મીન રાશિ માટે 2 ઓગસ્ટનો દિવસ કેવો રહેશે, વાંચો આજનું રાશિફળ
- Thailand એ 2 ઘાયલ સૈનિકોને કંબોડિયા પાછા મોકલ્યા, 18 હજુ પણ બંધક છે
- Bihar SIR Status મતદાર યાદીમાંથી સૌથી વધુ નામ કિશનગંજમાંથી કાઢી નાખવામાં આવ્યા છે