Adani ગ્રુપ પોતાના પ્રોપર્ટી બિઝનેસને વિસ્તારવા માટે રિયલ એસ્ટેટ કંપની Emaar India ખરીદવા માટે વાતાઘાટો કરી રહ્યુ છે. આ સોદો $1.4 થી $1.5 બિલિયનના એન્ટરપ્રાઇઝ કિમતનો હોવાની સંભાવનાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ સ્થિત એમાર પ્રોપર્ટીઝ અને Adani ગ્રુપ વચ્ચેના સોદા અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. જોકે, બંને સમૂહોએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.
Emaar India પાસે દિલ્હી-એનસીઆર, મુંબઈ, મોહાલી, લખનૌ, ઇન્દોર અને જયપુરમાં રહેણાંક અને વાણિજ્યિક સ્થળોનો મોટો પોર્ટફોલિયો છે. એમ્માર પ્રોપર્ટીઝ તેના ભારતીય યુનિટમાં હિસ્સો વેચવા માંગે છે, પરંતુ વેચવામાં આવનાર શેરહોલ્ડિંગની હદ હજુ નક્કી કરવામાં આવી ન હોવાની માહિતી સૂત્રો તરફથી મળી છે.
આ વચ્ચે ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળની Adani ગ્રુપની અનલિસ્ટેડ એન્ટિટી Adani રિયલ્ટી અને Adani પ્રોપર્ટીઝ દ્વારા ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં સક્રિય છે. Adani રિયલ્ટી ભારતના મુખ્ય શહેરોમાં અનેક પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે. આ જૂથે મુંબઈમાં અનેક પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ પણ સુરક્ષિત કર્યા છે, જેમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક ધારાવીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો..
- ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’; UN સમર્થિત આ પહેલમાં ગુજરાત સરકાર સહભાગી
- Rajkotના ચાલતી ટ્રેનમાંથી મુસાફર દ્વારા ફેંકવામાં આવી બોટલ, એક કિશોરનું મોત
- Waqf amendment bill: લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ, વિપક્ષનો હોબાળો
- Mahatma Gandhiની પૌત્રી Nilamben Parikhનું નિધન, જાણો અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી વિગતો
- Gujaratના 17 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, 11 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર; IMD તરફથી નવી અપડેટ