GSEB Result Date 2025 : માર્ચ મહિનાની શરૂઆતમાં જ GSEB દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરc-12(HSC)ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા બાદ હવે વિદ્યાર્થીઓ પરીણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB દ્વારા પરીણામોની હજુ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. પરંતુ મે અને જૂન મહિનામાં પરીણામો આવતા હોય છે. ત્યારે આંતરીક સૂત્રોની માનીએ તો ધોરણ-10(SSC)નું પરીણામ 11 મેના દિવસે આવે તેવી સંભાવનાઓ છે. જો કે, GSEB દ્વારા હજુ આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.

આ તરફ GSEBએ ધોરણ-12 (HSC)ની પરીક્ષાઓ પણ માર્ચના શરૂઆતમાં કરી હતી, જેના પરીણામ પણ મે મહિનામાં આવવાની શક્યતાઓ છે. ઉલ્લખનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જે હવે પોતાનું આગામી ભણતર નક્કી કરવા માટે પરીણામોની રાહે છે. ત્યારે GSEB પરીણામો પર હજારો વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા છે.
આ પણ વાંચો..
- Indian Stock Market ફરી કડાકો બોલ્યો, સેન્સેક્સ ૧૩૯૦ પોઈન્ટ ઘટ્યો, ઘટાડાનાં ૪ મુખ્ય કારણો
- Banaskantha: ફટાકડા રાખવાનું લાયસન્સ કે બાંધકામ; ગુજરાતની ફેક્ટરીમાં ૧૮ લોકોના મોતની હકીકત
- Punjabના પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા, 2018ના બળાત્કાર કેસમાં મોહાલી કોર્ટનો નિર્ણય
- ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે પૂજા સમયે maa chandraghantaનું વ્રત કથા અવશ્ય વાંચો, તમને મળશે બધી પરેશાનીઓમાંથી મુક્તિ!
- Gujaratની ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ વિસ્ફોટ, અત્યાર સુધીમાં 10 કામદારોના મોત; વધી શકે છે મોતનો આંકડો