Gujaratના મહેમદાવાદના ગાડવામાં સરદાર પટેલની જમીન આવેલી હતી. આ જમીન કેટલાક તત્વોએ ખોટી રીતે દસ્તાવેજ કરી દીધી હતી. આ મામલો મહેમદાવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાં કોર્ટે આજે જમીન પચાવી પાડનારા આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.

મળતી માહિતી મુજબ Gujaratના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામે ગુજરાત પ્રાંતિય સમિતિના નામ સાથે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જમીન આવેલી હતી. આ જમીન કેટલાક લોકોએ પચાવી પાડી હતી. જે મામલે કોર્ટમાં કેસ દાખલ થયો હતો.
ગુજરાત પ્રાંતિય સમિતિ અને વલ્લભભાઈના નામની જમીનમાં આરોપી હિરાભાઈએ વલ્લભભાઈ પટેલની ખોટી ઓળખ ઉભી કરી અને ખોટી રીતે વલ્લભભાઈ પટેલનું નામ ધારણ કર્યુ હતુ. તેના આધારે દસ્તાવે કરી દીધો હતો. ભુપેન્દ્રભાઈ ડાભીએ આ વલ્લભભાઈ પટેલની જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો.

આ સમગ્ર મામલે મહેમદાવાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન જ આરોપી હિરાભાઈ ડાભીનું તો કુદરતી મોત થયાની વિગતો મળી રહી છે. આ કેસમાં તમામ આરોપીઓને હાલ તો મહેમદાવાદ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2004ના વર્ષમાં જ્યારે રેકર્ડનું કમ્પ્યુટરાઈઝેશન કરાયુ હતુ, તે વખતે જ ગુજરાત પ્રાંતિય સમિતિનું નામ હટાવી દેવાયુ હતુ અને રેકર્ડ સાથે છેડછાડ કરાઈ હતી. તે બાદ સરદાર પટેલનું ખોટુ નામ ધારણ કરી અને ઉપરોક્ત ઈસમોએ જમીનનો વેપલો કરી નાખ્યો હતો. જે મામલે કોર્ટે આજે સજા સંભળાવી છે.
આ પણ વાંચો..
- Israel ના પીએમ બેન્જામિન નેતન્યાહૂની મોટી જાહેરાત, ગાઝામાં નવો સુરક્ષા કોરિડોર બનાવશે
- Kanya pujan: અષ્ટમી કે નવમી, કન્યા પૂજા માટે કઈ તારીખ શુભ છે? ચોક્કસ તારીખ નોંધો
- Jamnagarમાં Jaguar ફાઈટર પ્લેન ક્રેશ, એક પાઈલટ ગુમ; એક બચી ગયો
- PM Modi સવારે BIMSTEC સમિટમાં હાજરી આપવા રવાના થશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- Abhay Deol પ્રખ્યાત થવાના ડરથી વિદેશ ભાગી ગયો, દારૂ પર પૈસા વેડફ્યો, શું તેને હવે પસ્તાવો થાય છે?