Nadiad ટાઉન પોલીસે સાંજના સુમારે અચાનક શહેરના ખાડ વિસ્તારમાં બુટલેગરો પર તવાઈ બોલાવી છે. પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા નીકળી હતી, તે દરમિયાન એક બુટલેગરના ઘરમાંથી તો આકસ્મિક દારૂ અને બિયરની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ Nadiad ટાઉન પોલીસના પી.આઈ. એમ. બી. ભરવાડ પોતાના કાફલા સાથે આજે બપોરે 4 વાગ્યાના અરસામાં એકાએક અસામાજીક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે ખાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભોણાની ઘરે તપાસ કરી હતી.

જ્યાં આ Nadiadના બુટલેગર પ્રદીપના ઘરે પોલીસને લાઈવ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂના ક્વાટર અને બિયરોના ટીન મળી આવ્યા હતા. આ સિવાય રાહુલ ઉર્ફે બોડીગાર્ડના ઘરે પણ પોલીસની તપાસ ચાલુ છે. પોલીસ એમ.જી.વી.સી.એસ. અને મનપાની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી રહી છે.
આ બુટલેગરોના સ્થાનો પર તપાસ કરાઈ
- મહીન અમથા તળપદા
- રાહુલ ઉર્ફે બોડીગાર્ડ લાલજીભાઈ તળપદા
- ગોપાલ ઈશ્વરભાઈ તળપદા
- પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો બોડીગાર્ડ દિલીપભાઈ વાઘેલા
- કમલેશ રાવજીભાઈ તળપદા
- શકુબેન રમેશભાઈ તળપદા
- જયંતી નવઘણભાઈ તળપદા
- કંકુબેન ઈશ્વરભાઈ તળપદા
- શારદાબેન હરીભાઈ તળપદા
- સુરજબેન પંડીતભાઈ તળપદા
- જળીબેન ઈન્દુભાઈ તળપદા

હાલ પોલીસ દ્વારા અસામાજીક તત્વોના વિસ્તાર ગણાતા ખાડમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરમિયાન પોલીસ અનેક બુટલેગરોના ત્યાં તપાસ કરશે. આ સાથે જ અત્રે હાલ પોલીસ પાંચેક ગાડીઓના કાફલા સાથે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો..
- Waqf amendment bill: લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ, વિપક્ષનો હોબાળો
- Mahatma Gandhiની પૌત્રી Nilamben Parikhનું નિધન, જાણો અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી વિગતો
- Gujaratના 17 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, 11 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર; IMD તરફથી નવી અપડેટ
- Gujaratમાં પ્રથમવાર Drone દ્વારા મચ્છરોનો નાશ થશે, જાણો શું છે સુરત મહાનગર પાલિકાની નવી રીત
- Jamnagar: સરકારી બિલ્ડીંગમાં પાર્ક કરેલી કારમાં થતો હતો ગંદો ધંધો, ગેટ ખોલતા ચોંકી ઉઠી પોલીસ