Gujaratમાં વધુ એક સ્થાને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. ખેડા જિલ્લા પુરવઠા વિભાગને માતરના મહેલજમાં અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની પત્રકારો તરફથી ફરીયાદ મળી હતી. જેના આધારે પુરવઠા અને મામલતદારની ટીમે સ્થળ પર સપાટો બોલાવી અને આ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે. તેમજ સેમ્પલ લઈ તપાસાર્થે મોકલાયા છે.
Gujaratમાં આજે કેટલાક પત્રકારોએ એક કંપનીમાં અનાજનો જથ્થો પકડી અને પુરવઠા વિભાગને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા. જ્યાં માતર તાલુકાના મહેલજ ગામમાં જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક દરોડા પાડવામાં આવ્યાં હતા.
આ દરોડા દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી અને માતર મામલતદારે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. તંત્રને સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની ફરિયાદ મળી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાં રાખેલા ચોખા, ઘઉં અને બાજરીના સ્ટોકનું સ્ટોક પત્રક પણ મળ્યું ન હતું. પુરવઠા વિભાગે તમામ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કર્યો છે.
આ અનાજનો જથ્થો Gujarat સરકારનો સરકારી છે કે નહીં તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર કાર્યવાહીનું પંચનામું કર્યું છે. આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યુ છે.
મામલતદારે આ મામલે જણાવ્યુ હતુ કે, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા મહેલજ અનાજના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. ગોડાઉન માલિક પાસે અનાજના જથ્થાનું સ્ટોક પત્રકના હોવાથી 1.43 કરોડનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જથ્થાના નમુના લઇ સરકારી છે કે કેમ? તે તપાસવા માટે રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો..
- Ahmedabad: અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, મહિલા, પતિ અને અન્ય લોકો તપાસ હેઠળ
- Gambhira bridge: ગંભીરા પુલ ધરાશાયી થવાની તપાસ ACB કરશે, તપાસ માટે SITની રચના
- Horoscope: કેવો રહેશે તમારો રવિવાર, જાણો એક ક્લિક પર તમારું રાશિફળ
- Varanasi માં ગંગાનું પાણી ચેતવણી સ્તરથી ઉપર છે, બધા 84 ઘાટ ડૂબી ગયા
- ‘અભિનવ ભારત આતંકવાદી સંગઠન નથી’, કોર્ટે Malegaon Blast કેસના ચુકાદામાં કહ્યું