Gujaratમાં આગનો સીલસીલો અટકવાનું નામ લેતો નથી. હવે ખેડા જિલ્લાના વરસોલા ગામ નજીક આવેલી એક કંપનીમાં આકસ્મિક આગનો બનાવ સામે આવ્યો છે. પેપર મીલમાં લાગેલી આગમાં લાખોનો મુદ્દામાલ ભસ્મ થઈ ગયો છે.

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલમાં લાગેલી આગથી વેપારીઓએ રાતા પાણીએ રોવાનો વખત આવ્યો હતો. આ પછી પણ સતત આગની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે હવે Gujaratના ખેડા જિલ્લામા આગના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી ખેડા કેમ્પ તરફ જવાના રસ્તા પર ફાટક પાસે નારાયણ ફેક્ટરી આવેલી છે, જેમાં પેપર મીલનું કામ થાય છે. આ ફેક્ટરીની બહાર પડેલા મુદ્દામાલમાં આજે આકસ્મિક કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે ગણતરીના કલાકોમાં ફેલાઈ ગઈ હતી.

Gujaratની આ આગની ઘટનામાં પેપર મીલનો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. સેકન્ડોમાં જ આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ, જેમાં તમામ મુદ્દામાલ હોમાઈ ગયો હતો. આ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.

હાલ આ આગની ઘટના અંગે સાંભળતા જ વરસોલા ગામના સરપંચ મહેબુબભાઈ સ્થળ પર પહોંચી ગયા છે. તો બીજીતરફ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી દેવાઈ છે. જેના પગલે ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો..
- CAG નો ચોંકાવનારો રિપોર્ટ, ગુજરાતના 22 જિલ્લાઓમાં 25% થી વધુ ડોકટરોની અછત
- Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીના 9 દિવસનો અનેરો મહિમા, વાંચો એક ક્લિકમાં..
- Chaitra navratri 2025: 30 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રિ, જાણો ક્યારે કરશો સ્નાન, ઘટસ્થાપન અને પૂજા?
- Ahmedabad ના ચાંદખેડામાં BRTS કોરિડોર પાસે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, એક ઘાયલ
- Horoscope: 28 માર્ચ તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ