Gujaratમાં ફાગણ માસ આખો રાજસ્થાની સમાજ માટે તહેવારોનો અનોખો મહિનો છે. હોળી અને ધૂળેટીનું તો ખાસ મહત્વ છે જ, પરંતુ સાતમ અને આઠમ સહિતના આખા પખવાડિયાનું તેમની માટે વિશેષ મહત્વ છે.

આવા સમયે Gujaratમાં હોળી અને ધૂળેટી પહેલા રાજસ્થાની સરગરા સમાજ પોતાનું પારંપારીક ગેર નૃત્ય કરી ઉત્સવ મનાવતા હોય છે. તો આ સિવાય સાતમ અને આઠમ વખતે પણ વિશેષ ગેર નૃત્ય કરવામાં આવે છે.

ત્યારે Gujarat રાજ્યના ચરોતરમાં આણંદ અને ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં છેલ્લા બે દિવસથી સાતમ અને આઠમનું પારંપારીક ગેર નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજસ્થાની સરગરા સમાજના યુવકો પારંપારીક અને ટ્રેડીશનલ કપડામાં સજ્જ થઈ ગેર રમ્યા હતા. આણંદમાં પણ ખાસ આયોજન કરાયુ હતુ. જ્યારે નડિયાદમાં પણ વૈશાલી ચોક પાસે આયોજન કરાયુ હતુ.

નડિયાદમાં તો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સરગરા સમાજ સાથે ગેર નૃત્ય રમતા જોવા મળ્યા હતા. આ સાથે જ તેમણ સરગરા સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો..
- AAP ધારાસભ્ય Gopal Italiaનો મોટો નિર્ણય – હડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર
- Gujaratના લોકોએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, પીએમ મોદીના નામે મોકલ્યા આટલા બધા પોસ્ટકાર્ડ
- 27 લોકોને જીવતા સળગાવનાર જેલમાંથી થયો મુક્ત! Rajkotમાં TRP ગેમઝોનમાં લાગેલી આગ અંગે આવી અપડેટ
- Gujarat સરકારનો રેશનકાર્ડ અંગે મોટો નિર્ણય,ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં
- Vadodara: ક્લાસમાં કિસ, પછી પાર્કિંગમાં સ્મૂચ… MS યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થતા મચી ગયો હોબાળો