મહુધાથી તરંગ શર્મા દ્વારા…
Gujaratના ખેડા જિલ્લામાં સરકારની નલ સે જલ યોજનાને નિષ્ફળ પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે. હાલ ગ્રામજનોને 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવાની પરીસ્થિતિ ઉભી થઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratમાં મહુધા તાલુકાના ચુણેલ ગામમાં 8 હજાર ઉપરાંત વસ્તી છે. આ ગામમાં વર્ષોથી પીવાના પાણીનો કોઈ ચોક્કસ સ્ત્રોત નથી. લોકો પાસે પાણીનો સ્ત્રોત ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે.

હાલ Gujaratના ખેડા જિલ્લામાં આ ચુણેલના ગ્રામજનો 2 કિલોમીટર દૂર અન્ય ગામના સીમ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસેથી પાણી ભરી લાવવા માટે મજબૂર છે. ગામના બાળકોથી માંડી મોટેરાઓ સુધી પાણી ભરવા જાય છે. તો આ તરફ સરકાર જોરશોરથી નલ સે જલ યોજનાનો પ્રચાર કરી રહી છે, પરંતુ ચુણેલ જેવા ગામમાં આ યોજનાની કોઈ અમલવારી થઈ નથી.

ચુણેલમાં સરકાર દ્વારા દોઢેક વર્ષ પહેલા ખીજલપુર જૂથ પાણી-પુરવઠા યોજના શરૂ કરાઈ હતી, જો કે, તેની અમલવારી ન થતા આજસુધી આ યોજનાનું ટીપુય પાણી ગામ સુધી પહોંચ્યુ નથી. જેથી તંત્ર દ્વારા ચુણેલના ગ્રામજનોને પાણીની યોગ્ય સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.
આ પણ વાંચો..
- Ahmedabad: દિવાળી દરમિયાન ઈમરજન્સી એક્શન પ્લાન: 1100થી વધુ ફાયર ફાઈટર અને 65થી વધુ એમ્બ્યુલન્સ ચોવીસ કલાક તૈયાર
- Surendranagar: ખેડૂતોએ સાયલા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે અને પાણીની તીવ્ર અછત અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું
- Cyclone Murasu: 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી! 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને ચક્રવાત અર્ણબ પછી ‘મુરાસુ’ તબાહી મચાવશે.
- Amreli: સાવરકુંડલા એપીએમસીમાં મગફળીનું બમ્પર ઉત્પાદન,જેનાથી ૭૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ૫૦,૦૦૦ મણથી વધુની આવક થઈ
- Rajasthan: ઝુનઝુનુમાં ભયાનક અકસ્માત: ૧૧,૦૦૦ વોલ્ટની પાવર લાઇનના સંપર્કમાં આવતા ૮ મજૂરોના મોત, ૩ ઘાયલ




