ઉનાળાની ઋતુમાં પેટની સમસ્યાઓથી બચવા માટે આહારમાં સાવધાની રાખવી જરૂરી છે.  

આજે અમે તમને એવા પાંચ શાકભાજી વિશે જણાવીશું જેને તમારે ઉનાળામાં ખાવાનું ટાળવું જોઈએ.  

લસણની તાસીર ગરમ હોવાથી ઉનાળામાં તેનું વધુ સેવન કરવાથી શરીરનું તાપમાન વધી શકે છે અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.  

કાચી ડુંગળી ઉનાળામાં સીધી ખાવાનું ટાળો, જો ખાવી જ હોય તો લીંબુનો રસ ભેળવીને ખાઓ.  

ફુલાવર પણ ગરમ પ્રકૃતિની હોવાથી ઉનાળામાં તેને ખાવાનું ટાળવું જોઈએ.  

આદુ પણ શરીરમાં ગરમી પેદા કરી શકે છે, જેના કારણે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા વધી શકે છે.

ઉનાળાની ઋતુમાં મશરૂમનું સેવન કરવાથી એલર્જી થવાની અને શરીર પર તેની ખરાબ અસર થવાની શક્યતા રહે છે.