Gujaratમાં આજે આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ઠેર-ઠેર રજૂઆતો કરાઈ છે. જિલ્લાઓની કલેક્ટર કચેરીઓમાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા આેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લઘુત્તમ વેતન અને કાયમી નોકરી અંગે રજૂઆત કરી હતી.
મળતી માહિતી મુજબ આજે Gujarat ભરમાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ સંઘ સાથે સંકળાયેલી 50થી વધુ મહિલાઓ આવેદનપત્ર આપવા પહોંચી હતી.

તેમણે માંગણી કરી છે કે, Gujaratમાં આંગણવાડીની મહિલાઓને મિનિમમ વેજ એક્ટ મુજબ લઘુત્તમ વેતનની ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે. તો સાથે જ બહેનોને કાયમી નોકરી આપવામાં આવે, ઇપીએફઓ અને ઈએસઆઈના દાયરામાં નોકરી આપવામાં આવે, આશાવર્કર બહેનોને સામાજિક સુરક્ષા માટે 18,000 રૂપિયા પગાર આપવામાં આવે,
આશાવર્કર બહેનોને નોકરી દરમિયાન અકસ્માત અથવા મૃત્યુ થાય તો રૂપિયા પાંચ લાખ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો અને ભારતીય મજદૂર સંઘના ખેડા જિલ્લા મહામંત્રી લોમેશ બારોટ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.