પ્રતિક ચૌહાણ, રાયપુર.
આમ તો પંચાયત વેબસિરિઝમાં મંત્રીજી સચિવને દૂધી ભેટ સ્વરૂપે આપી દે છે. પરંતુ એક DIG સાહેબ પોતાના પાડોશીને દૂધી આપી શક્યા નથી. હવે તમે એમ વિચારશો કે અમે દૂધીની વાત કેમ કરી રહ્યા છે, તો ચાલો, હું તમને આખી વાત અહીંયા રજૂ કરૂ છુ. આ વાત આમ તો RPFના ડી.આઈ.જી. મહોમ્મદ શાકીબના ઘરેથી શરૂ થાય છે અને પાડોશમાં રહેતા RPFના જવાન પાસેથી દૂધી પરત મંગાવતા તેનો અંત થાય છે.
થોડા દિવસ પહેલાની વાત છે. RPFના ડી.આઈ.જી. મહોમ્મદ શાકીબના આવાસ પાસે દૂધીની વેલ થઈ અને તેની પર દૂધી ઉગી નીકળી. આ વેલ વધતા વધતાં પાડોશમાં આવેલા એક અધિકારીના ઘર સુધી પ્રસરી અને પાડોશી અધિકારીના ઘર પાસેની વેલ પર 2 દૂધી ઉગી નીકળી. સૂત્રોનું માનીએ તો આ તરફ ડી.આઈ.જી.ના ઘર પાસેની વેલ પર 6 દૂધી થઈ.
પાડોશમાં રહેતા અધિકારીએ પોતાની બાજુ ઉગેલી 2 દૂધી તોડી લીધી. આ બાબત ડી.આઈ.જી.ને પસંદ ન આવી. તેમણે પોતાના ઘરમાં નોકરી કરતા સ્ટાફને બોલાવ્યો અને બરાબર તતડાવ્યો અને સસ્પેન્ડ કરવા સુધીની ચેતવણી આપી દીધી. ગભરાયેલા સ્ટાફે પાડોશી (રેલવે અધિકારી)ના ઘરે જઈ અને વિનંતી કરી અને રેલવે અધિકારીએ તોડેલી દૂધી પરત લાવી અને ડી.આઈ.જી.ના ઘરમાં મૂકી દીધી.
હવે પરીસ્થિતિ એવી થઈ છે કે, સાહેબના ઘર પાસેની વેલ પર 6 દૂધી વધી છે અને ઘરમાં નોકરી કરતો સ્ટાફ કામ પૂર્ણ કર્યા બાદ દૂધીની ગણતરી કરી અને બીજા સ્ટાફને મૌખિક રીતે દૂધીના આંકડાન વિગતો આપીને જ રજા લે છે.
ઝોકુ આવ્યુ તો પણ સસ્પેન્ડ કરવાની ચેતવણી
ડી.આઈ.જી.ના ઘરે ફરજ બજાવતો તમામ સ્ટાફ હાલમાં ખૂબ મુશ્કેલીમાં છે. સૂત્રના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા જ સ્ટાફમાંથી એક કર્મચારીની ફરજ દરમિયાન ઝોકુ આવી ગયુ હતુ અને સાહેબના સબંધિઓ જોઈ ગયા હતા. પછી તો શું હોય, સાહેબે આ કર્મચારીને બોલાવી અને બરાબર ખખડાવ્યો. આ દૂધીના વિવાદમાં RPFના ડી.આઈ.જી.નું સત્તાવાર નિવેદન લેવા માટે લલ્લુરામની ટીમ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો નહોતો.
તમે પણ RPF અધિકારીઓની આવી કનડગતનો ભોગ બની રહ્યા છો તો તમારી રજૂઆત લલ્લુરામ ડોટ કોમ સુધી 93291-11133 પર ફોન કરી અથવા વોટ્સએપ મારફતે મોકલી શકો છો. અમે તમને ખાતરી આપીએ છીએ કે, આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
આ પણ વાંચો..
- IMF: ભારત 2038 સુધીમાં અમેરિકાને પાછળ છોડીને બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે! IMFના અંદાજના આધારે EYનો દાવો
- Us: યુએસ ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યું – ભારત-અમેરિકા સંબંધો જટિલ છે, અંતે બંને દેશો એક થશે
- Sri Lanka: શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે દિસાનાયકે સરકારને નોટિસ મોકલી, આ મામલો ડિજિટલ આઈડી પ્રોજેક્ટ સાથે સંબંધિત છે
- Mohan Bhagwat: વેપાર સંમતિથી થવો જોઈએ, દબાણ હેઠળ નહીં’, મોહન ભાગવતનો યુએસ ટેરિફ વચ્ચે સ્વદેશી અપનાવવા પર ભાર
- Britain: આરોપી મિશેલના પરિવારે બ્રિટિશ વિદેશ મંત્રીને મળ્યા, કહ્યું- તેમને બ્રિટન પાછા લાવવા જોઈએ