તાજેતરમાં ગુજરાતના નડિયાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડંકો વગાળનારા અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટન જાહેર કર્યા છે. દિલ્હીની ટીમ સાથે તેઓ 2019થી જોડાયેલા છે અને અનેક સારા પર્ફોમન્સ ટીમને આપ્યા છે. જેથી આ વખતે દિલ્હી કેપિટલ્સના માલિકોએ આ નિર્ણય લીધો છે.
અક્ષર પટેલને IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2019 થી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા છે. પટેલે અત્યાર સુધીમાં 150 IPL મેચો રમી છે, જેમાં 1653 રન અને 123 વિકેટ લઈ અને ઓલરાઉન્ડર તરીકે શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે.

અક્ષર કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સ IPL 2025 જીતવાનું લક્ષ્ય રાખશે. અક્ષર પટેલ પહેલા સ્થાનિક ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમની કેપ્ટનશીપ પણ કરી છે.
મૂળ ગુજરાતના નડિયાદ શહેરમાંથી આવતા અક્ષર પટેલે ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ડાબા હાથના સ્પિન બોલર છે અને જરૂર પડ્યે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. અક્ષરે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. બોલિંગમાં ચોક્કસ લાઇન-લેન્થ અને વિવિધતાને કારણે તેઓ વિકેટ લેવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો..
- Gujarat વહીવટી સુધારા પંચે મુખ્યમંત્રીને ચોથો અહેવાલ સુપરત કર્યો, ઘણી મહત્વપૂર્ણ ભલામણો
- સીએમ રેખા ગુપ્તા પરના હુમલાની તપાસ Gujarat પહોંચી, પોલીસે રાજેશના મિત્રની અટકાયત કરી
- Ahmedabad: જાહેર સભામાં મંત્રીની ધોતી ખેંચાઈ, કોર્ટ 29 વર્ષ પછી કેસનો અંત લાવી; ભાજપના નેતાઓને રાહત
- રેખા ગુપ્તા પર હુમલો કરવા માટે રાજેશે 1200 કિમી ટિકિટ વિના દિલ્હીનો પ્રવાસ કર્યો, Gujaratથી ક્યાં ગયો?
- Gujarat High Courtએ આંગણવાડી કાર્યકરોને આપી ખુશખબર, પગારમાં થયો બમણાથી વધુ વધારો