Vadodaraમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના વડોદરાના લીમડા ગામમાં બની છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તળાવ પાસે આવેલા ધાર્મિક સ્થળે ગયા હતા. ત્યાં તેઓ સિગારેટ પીતા હતા અને બૂટ-ચપ્પલ પહેરીને જતા હતા. જેને લઈને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.
Vadodaraમાં થયેલા આ હુમલામાં ચાર વિદ્યાર્થીઓમાંથી એકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ચારેય વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને છ લોકોની ધરપકડ કરી હતી. જેમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ Vadodaraમાં ભાષાની ગેરસમજને કારણે વિદેશીઓ પર હુમલો કરાયો છે. પીડિત યુવકો થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના છે. તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક બુટ-ચંપલ પહેરીને જવાને કારણે સ્થાનિક લોકો સાથે ભાષાકીય ગેરસમજ થઈ હતી.
Vadodaraમાં ધુળેટીની સાંજે ચાર વિદેશી વિદ્યાર્થીઓ ઈન્ફિનિટી હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા ગયા હતા. તેઓ બુટ-ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક પહોંચી ગયા હતા. ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો. પોલીસ કાર્યવાહી: યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 જેટલા ઈસમો સામે ફરીયાદ નોંધાવાઈ છે.
આ પણ વાંચો..
- Siddaramaiah: કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં સપા સસ્પેન્ડ; મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તપાસના આદેશ આપ્યા
- Hritik roshan: ઓહ માય ગોડ… ૧૮૨ મિલિયન વ્યૂઝ! ઇન્સ્ટાગ્રામ પર હૃતિક રોશન ધૂમ મચાવી રહ્યો છે
- Rehan vandra એ અવિવા સાથે સગાઈ ક્યારે કરી તેનો ખુલાસો કર્યો, પોતાની મંગેતર સાથેનો ફોટો શેર કર્યો
- Toll: હાઇવે પર જતા મુસાફરો માટે મોટી ટોલ રાહત! બાંધકામ હેઠળના રસ્તાઓ પર અડધી ફી, આંશિક એક્સપ્રેસવે પર NH જેવા દર
- Jaishankar: સમય આવી ગયો છે… આ રોગને મૂળમાંથી નાબૂદ કરવાનો,” બલૂચ નેતા મીર યાર જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં લખે છે





