Gujaratના ચોટીલા હાઇવે પર છકડો રીક્ષા અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 1 મહિલાનું મોત થયુ છે, તો 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Gujaratના સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ગંભીર અકસ્માત થયો છે. ચોટીલા સપના હોટલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પીકઅપ વાને છકડા રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો અને આ અકસ્માતમાં 1 મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે અને 6 લોકોને ઇજા પહોંચતા રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે.

પીકઅપ વાન ટક્કર મારી ફરાર થતા પોલીસ ધ્વારા વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી પકડવામાં આવી છે. Gujaratમાં અકસ્માતોની વણથંભી રફ્તારમાં વધુ એક મોત થયુ છે. હજુ ધૂળેટી વખતે વડોદરામાં એક નબીરાએ નશાની હાલતમાં 8 લોકો પર કાર ચઢાવી અને તેમાં 1 મહિલાનું મોત થયાની ઘટના બની હતી, જેની ચર્ચાઓ શાંત થઈ નથી, ત્યાં વધુ એક અકસ્માતની ઘટના આવી ગઈ છે.

આ સિવાય ખેડા જિલ્લાના નડિયાદમાં ધૂળેટીના દિવસે એક બાઈકચાલક ફૂલ સ્પીડમાં વીકેવી રોડ પરથી પસાર થયો અને અચાનક કાબુ ગુમાવતા પહેલા એક વૃદ્ધાને બાઈકથી ટક્કર મારી અને બાદમાં સામેથી આવતી ફોર્ચ્યુનર ગાડીમાં ઘુસી ગયો અને આ યુવરાજ રાજપૂત નામના 22 વર્ષિય યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.