ગુજરાતમાં પોતાના જ પક્ષના નેતાઓ અંગે કોંગ્રેસ નેતાRahul Gandhiએ આપેલા નિવેદનની અસર શરૂ થઈ ગઈ છે. ભાજપ સાથે બી ટીમ તરીકે કામ કરતા ત્રીસેક કાર્યકર્તાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જો પુરાવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પ્રવાસે આવેલા Rahul Gandhiએ જણાવ્યુ હતું કે ગુજરાત કોંગ્રેસમાં બે ટીમો છે. એક જે પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને બીજો જે ભાજપ સાથે જોડાણ ધરાવે છે. હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ અંગે શું કાર્યવાહી કરે છે, તેની પર સૌની નજર છે.
Rahul Gandhiને શું પ્રતિસાદ મળ્યો?

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે Rahul Gandhi પોતાના મનની વાત કરે છે. જ્યારે તેઓ ગુજરાતના કાર્યકરો અને સ્ટાફને મળવા આવ્યા હતા. મેં કાર્યકરોને કહ્યું કે તેઓ જે કંઈ પણ લાગે તે કહી શકે છે. તેઓ મારી ભૂલો પણ બતાવી શકે છે.
Rahul Gandhiને કાર્યકર્તાઓ તરફથી એવી માહિતી મળી હતી કે, કેટલાક લોકો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપના સંપર્કમાં છે. કાર્યકરોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. બધા ભાજપની દાદાગીરી વિશે વાત કરી રહ્યા હતા. આપણે કોંગ્રેસ સરકારમાં ગાંધીવાદી મોડેલને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.
પુરાવા મળતા કાર્યવાહી થશેઃ શક્તિસિંહ ગોહીલ

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ એવો એક્સ-રે નથી, કે કોના મનમાં શું ચાલે છે, તે જોઈ શકાય, રાહુલજીના કહ્યા બાદ અમારે ખૂબ ગંભીરતાથી અને જમીની કક્ષાએ તપાસ કરવી પડશે. તેમણે ઉમેર્યુ કે, એક જિલ્લા પ્રમુખે વીડિયો બતાવ્યો જેમાં એક કોંગ્રેસી નેતા ભાજપ સાથે મિત્રતા કરતા જોવા મળ્યા અને કહ્યું કે તેઓ તેમને હટાવવા માંગે છે. ઘણા લોકો કોંગ્રેસ છોડી ગયા છે જેમના પર અમને ક્યારેય શંકા નહોતી, પરંતુ પુરાવા મળતાં જ અમે કાર્યવાહી કરીશું, પછી ભલે તે નાના કાર્યકરો હોય કે મોટા નેતાઓ. જેથી હે કોંગ્રેસમાં મોટા ઉલટફેર આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો..
- Ahmedabad રેસ્ટોરન્ટના તંદૂર રૂમમાંથી 23 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો
- Ahmedabadમાં પૂજારીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં પુત્રને મંદિર બચાવવાની કરી અપીલ
- બ્રિટનનું ખોટું સપનું બતાવી 20 લાખની છેતરપિંડી, Gujaratમાં સંબંધીએ લગાવ્યો ચૂનો
- અમે ત્યાં સુધી ઉજવણી નહીં કરીયે; Sunita williamsના પરત ફરવાના સમાચાર પર ભારતમાં રહેતા ભાઈઓએ કહ્યું કઈ આવું
- Vadodara ઘટનાના આરોપીઓનો જૂનો ચિઠ્ઠો આવ્યો બહાર, પહેલા પણ પોલીસ સામે માંગી હતી માફી