વડોદરા ઝોનમાં ફી નિયમન સમિતિ (FRC)એ 7 જિલ્લાની 285 જેટલી શાળાઓની ફી નક્કી કરી છે, જે શૈક્ષણિક વર્ષ 2024-25થી અમલમાં આવશે. આ નિર્ણય વાલીઓ માટે રાહતરૂપ બન્યો છે, જેઓ ખાનગી શાળાઓની મનમાની ફીથી પરેશાન હતા.
વડોદરા ઝોનમાં FRCએ જિલ્લાવાર જોઈએ તો વડોદરાની 160, આણંદની 45, ખેડાની 27, દાહોદની 3, મહિસાગરની 11, પંચમહાલની 25 અને છોટા ઉદેપુરની 2 શાળાઓની ફી નક્કી કરી છે. જેથી આ તમામ જિલ્લાઓમાં હવે વાલીઓએ FRC દ્વારા નિયત કરાયેલી ફી ભરવાની રહેશે.

FRC દ્વારા નક્કી કરાયેલી ફી વાલીઓ માટે રાહતરૂપ બનશે. તેનાથી વાલીઓ પર પડતો આર્થિક બોજ ઓછો થશે.અગાઉ વાલીઓ પાસે નવા શૈક્ષણિક વર્ષના બે ક્વાર્ટરની ફી એડવાન્સમાં માગવામાં આવતી હતી, જે નિયમોનું ઉલ્લઘંન હતુ.
FRCની સમિતિએ શાળાઓ દ્વારા પ્રસ્તાવિત ફીની સમીક્ષા કરી અને વાજબી ફી નક્કી કરી છે. સમિતિએ શાળાઓની સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં લઈને ફી નક્કી કરી છે. વડોદરા ઝોનમાં કુલ 285 શાળાઓની ફી નક્કી કરવામાં આવી છે. * આ શાળાઓમાં સીબીએસઈ અને ગુજરાત બોર્ડની શાળાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો..
- Gujarat: ઠાકોર સમાજની નવી પહેલ, લગ્નોમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબેન ઠાકોર દ્વારા વચન આપવામાં આવ્યું
- Weather Update: ગુજરાતમાં સતત બીજા દિવસે પણ ભરશિયાળે માવઠું, કમોસમી વરસાદે 3 જિલ્લા ભીંજાયા
- ‘ભારત એક ગાથા’ થીમ સાથે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા CM Bhupendra Patel
- Rajkot: માનવતા શરમમાં મુકાઈ, મુકબધીર સગીરા પર બળાત્કાર અને બ્લેકમેઇલિંગનો કિસ્સો આવ્યો સામે
- ગુજરાતનું Surat બનશે પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય





