Gujaratના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ કોડીાનર હાઈવે પર ગોંઝારો અકસ્માત થયો છે. સુંદરપરા ગામ  પાસે મોડી રાતે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં એક જાત્રા માટે નીકળેલી બસ પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ Gujaratના વેરાવળ કોડીનાર હાઈવે પર ગતરોજ મોડી રાતે 11 વાગે સુંદરપરા ગામ પાસે જાત્રાની બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 23 યાત્રાળુઓને ઈજા પહોંચી હતી. જ્યારે 1 યુવકનું મોત થયુ છે.

આ બસમાં 56 મુસાફરો સવાર હતા. માહિતી મુજબ મુસાફરો વેરાવળ ખારવા સમુદાયમાંથી આવતા લોકો હતા અને વેરાવળથી ભગુડા મોગલ ધામ દર્શને જતાં હતા. ધુળેટીના તહેવાર સબબ દેવ દર્શને જતા અકસ્માત નડ્યો છે. જેમાં બાળકો સહિત 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યા છે. 

આ અકસ્માતમાં યોગેશ પ્રભુદાસ ચોરવાડી (ઉ.વ. 22) નામના યુવકનું મૃત્યુ થયુ છે. ઘટનાના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા. તો વેરાવળ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. તહેવાર ટાણે ખારવા સમાજમાં ગમગીનીની લાગણી છવાઈ છે.