ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ઘણા ક્રિકેટ રેકોર્ડ તોડ્યા છે, ગિલે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલે સૌથી વધુ વખત આઈસીસી (ICC) પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતીને જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલે ફેબ્રુઆરી 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ જીત્યો છે.

શુભમન ગિલ માટે આ ત્રીજો આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ છે. આ પહેલા તેણે 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં બે વખત આ એવોર્ડ જીત્યો હતો.જસપ્રીત બુમરાહે બે વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ગિલે ODI ફોર્મેટમાં 406 રન બનાવ્યા છે. શુભમન ગિલે સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. શુભમન ગિલનું પણ તેમાં મહત્વનું યોગદાન છે.

શુભમન ગિલના નામે આ રેકોર્ડ નોંધાયા
- સૌથી ઝડપી 2000 ODI રન: સુમન ગિલે 36 ઇનિંગ્સમાં 2000 ODI રન બનાવ્યા, જે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી છે.
- શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા.
- શુભમન ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યા છે.
- શુભમન ગિલે IPL 2023 ફાઇનલમાં 129 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો..
- દેશભરમાં Holi નો ઉત્સાહ છવાયેલો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા
- IPL 2025 પહેલા જસપ્રીત બુમરાહ વિશે ખરાબ સમાચાર, મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો
- Gujarat : નડિયાદમાં હીટ એન્ડ રનમાં 22 વર્ષિય યુવકનું મોત
- Gujarat વિધાનસભામાં મ્હાલી આવેલા કિર્તીદાન ગઢવીએ વિક્રમ ઠાકોરની નારાજગી પર કહ્યું કે…
- Surat : 2 કંપનીમાં ભીષણ આગ લાગી, પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં આગથી દોડધામ