ફાગણી પૂનમ મહોત્સવ 2025 નિમિતે Dakor ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમના પહેલા દિવસે લોક સાહિત્યકાર સાંઈરામ દવેએ હાસ્યની રમઝટ બોલાવી હતી તો બીજા દિવસે સુર સમ્રાટ યુવા લોક ગાયક શ્રી ઉમેશ બારોટે ડાકોરમાં ક્રિષ્ન ભક્તિની સુમધુર સુરાવલીઓ વહાવી હતી.

Dakorના આંગણે ગોકુળ આવો ગિરધારી, રૂડી ને રંગીલી રે વાલા તારી વાંસળી, નાગર નંદજીના લાલ, કાળો ભમ્મરીયાળો જામો પેહરાવું કાનને, શામ તારી વાંસળીની માયા લાગી રે, ફાગણ તો રમતો આયો, મારા ઘટ્ટમાં બિરાજતા શ્રી નાથજી, યમુનાજી, મહાપ્રભુજી…, મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રે, તાળી પાડો તો મારા રામ ની રે, મારી હૂંડી સ્વીકારો રે, રણછોડ રંગીલા, દ્વારિકાનો નાથ, જેવા ભગવાન કાળિયા ઠાકરના ભજન ગીતો ગાઈ કૃષ્ણ ભક્તિનો માહોલ બનાવ્યો હતો.

તો બીજી બાજુ વાલમ આવો રે, યાદ તારી જીંદગી થી જાતિ નથી, એકલો મને મેલી ગયા, મારી આંખે ઉજાગરા, સૈયર મોરી રે, કાનજી ક્યાં રમી આવ્યા રાસ જેવા રાધા કૃષ્ણ ના પ્રણયના ગીતો અને ભાઈબંધ કોને કેવાય રે, કોનુડો ઝીલવા હેંડયો રે, જેવા લોક ગીતોના તાલે Dakor વાસીઓ, દર્શનાર્થીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓને ઝૂમી ઊઠયા હતા.

આ પ્રસંગે અમેરીકા થી ખાસ પધારેલ એનઆરઆઈ શ્રેય ઠક્કરે આકર્ષણ જમાવ્યું હતું. માતૃ ભાષા અંગ્રેજી હોવા છતાં ગુજરાતી ભાષામાં કાલું કાલું ડાકોરના ઠાકોર, આઇમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ જેવા લોક ગીતો ગાઈને શ્રોતાઓને મનોરંજન પૂરું પાડ્યું હતું.

આં પ્રસંગે Dakor ઝાંઝરી કલાવૃંદ, દેવભૂમિ દ્વારકાના કલાકારો દ્વારા કૃષ્ણ લીલાની પ્રસ્તુતિ, અગ્નિ ભવાઈ અને સપ્તરંગી ગુજરાત-અદભૂત ડાન્સે ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે પોરબંદરના કલાકાર સંતોકબેન વિંઝુડાના ગ્રુપ દ્વારા તલવાર રાસની પ્રસ્તુતિ કરાઈ હતી. ભક્તોના ઘોડાપૂરે આ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લ્હાવો લીધો હતો.
આ પણ વાંચો..
- Trump: કોર્ટના નિર્ણયને કારણે ટ્રમ્પે 500 મિલિયન ડોલર બચાવ્યા, આ કેસમાં ભારે દંડ ફટકારવામાં આવ્યો
- SC: રખડતા કૂતરાઓને રાહત મળશે કે તેમને આશ્રય ગૃહોમાં મોકલવામાં આવશે? સુપ્રીમ કોર્ટ કાલે મહત્વપૂર્ણ નિર્ણય આપશે
- Americaની 87 અબજ ડોલરની પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ, પરીક્ષણ દરમિયાન વિસ્ફોટ
- China: ચીન ભારતનું સમર્થન કરવા માટે બહાર આવ્યું, ૫૦% ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને યોગ્ય જવાબ આપ્યો
- Shreyas Iyer: માટે વધુ એક ખરાબ સમાચાર, હવે તેને આ ટીમની કેપ્ટનશીપ પણ નહીં મળે