નડિયાદ શહેરમાં દેસાઈવગો-રબારીવાડ પાસે મોટી સંખ્યામાં Hospital આવેલી છે. અત્રે પારસ સર્કલથી દેસાઈ વગા તરફ જવાના રસ્તે આડેધર પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જો કે, ટાઉન પોલીસ અને ટ્રાફિક વિભાગની ઉંધ ન ઉડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વખત આવી રહ્યો છે.
નડિયાદ શહેરમાં દેસાઈવગો અને રબારીવાડ વિસ્તારમાં અનેક Hospital આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલોમાં જતા હોય છે. અત્રે શહેરના મુખ્ય રસ્તો ગણાતા સંતરામ રોડ પર પારસ સર્કલ પાસેથી આ હોસ્પિટલો તરફ જવાનો મુખ્ય માર્ગ એક વરસાદી કાંસને અડોઅડ આવેલો છે. પરંતુ આ રસ્તા પર આડેધર પાર્કિંગ કરાયેલુ હોય છે. ખાસ કરીને રીક્ષાચાલકો વચ્ચોવચ ઉભા રહી જાય છે.
આ સિવાય આખા રસ્તા પર રખડતા ઢોરો પણ અડીંગો જમાવીને બેઠેલા હોય છે. તો વળી, અત્રે મોટી સંખ્યામાં વાહનોની પણ અવર-જવર રહેતી હોવાથી ત્યાં ભારોભાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જો કે, આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નડિયાદ ટાઉન પોલીસથી માંડી ટ્રાફિક વિભાગ અને મનપા પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેના કારણે દર્દીઓ અને ખાસ કરીને એમ્બ્યુલન્સને ત્યાંથી પસાર થવામાં સમસ્યા થઈ રહી છે.
આ મામલે ત્વરીl પોલીસ અને મનપા પ્રશાસન દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરાય તેવી માંગણઈ પ્રબળ બની છે. તેમજ આ મામલે કાયમી ઉકેલ લાવવા માટે પણ વિચારણા કરાય તેવી માગ છે.
આ પણ વાંચો..
- Horoscope: કોનો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ
- Tulsi vivah: તુલસી-શાલિગ્રામ લગ્ન દરમિયાન આ ભૂલો ટાળો; શું કરવું અને શું ન કરવું તે જાણો
- સૌથી ભારે સંદેશાવ્યવહાર ઉપગ્રહના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ; ISRO બાહુબલી LVM3-M5 રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરશે
- Javed Akhtar ની કારકિર્દી એક મોટી સીમાચિહ્નરૂપ, ગીતકારને શિક્ષા અનુસંધાન સાહિત્ય સન્માન મળશે
- Afghanistan: તણાવ બાદ તોરખમ સરહદ આંશિક રીતે ફરી ખુલી, અફઘાન શરણાર્થીઓની વાપસી શક્ય





