Gujaratમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં વધારો શરૂ થયો હતો. માર્ચના મધ્યમાં પહોંચતા તો હવે અનેક જિલ્લાઓમાં હીટવેવ શરૂ થઈ ગયો છે. આજે 12 જિલ્લાઓમાં તાપમાન વધ્યુ છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગ, ભૂજ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, જુનાગઢમાં તાપમાન વધુ રહેશે.

- અમદાવાદ 40.4 ડિગ્રી
- ભુજ 42 ડિગ્રી
- ગાંધીનગર 40.4 ડિગ્રી
- રાજકોટ 41.7 ડિગ્રી
- સુરત 41.8 ડિગ્રી
- વડોદરા 39.8 ડિગ્રી
- અમરેલી 40 ડિગ્રી
- ભાવનગર 39.2 ડિગ્રી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
Gujaratના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, શહેરમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે.
બપોરે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. નાગરિકોને ગરમીથી રાહત આપવા અને લાંબા ટ્રાફિક સિગ્નલોના કારણે લોકોને તડકામાં લૂ ન લાગે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય BRTS અને AMTSમાં મુસાફરી કરનારા લોકોને લૂ ન લાગે તે માટે ORSનું વિતરણ કરવામાં આવશે.
દરેક AMTS અને BRTSના બસ સ્ટોપ પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે. મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કૂલર અને પંખાની સુવિધા પણ કરવામાં આવી છે. શહેરમાં રાહદારીઓ માટે પાણીની પરબની સુવિધા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- SCO સંયુક્ત ઘોષણામાં પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ, બધા દેશો કાયરતાપૂર્ણ કૃત્યની નિંદા કરે છે
- Gujarat ના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%, ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે ઉત્તર ગુજરાત
- Putin: રશિયા-ભારત ખભે ખભા મિલાવીને ચાલ્યા… ચીનમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે લાંબી વાતચીત, યુક્રેન યુદ્ધ પર પણ ચર્ચા
- Afghanistan: માટીના પથ્થરના ઘરો, મધ્યરાત્રિ અને પર્વતીય ભૂપ્રદેશ… આ 3 કારણોએ અફઘાનિસ્તાનમાં 800 થી વધુ લોકોના જીવ લીધા
- Sanju Samson: સંજુ સેમસને અજિત અગરકરને તેની બેટિંગ કુશળતા પર પ્રશ્ન પૂછ્યો, તમે મને એશિયા કપમાં ઓપનિંગ કેમ નહીં કરાવો?