ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ ઇન્ટર્ન વિદ્યાર્થીઓનું રેગિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં આઠ સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઇન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઇન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવ્યા હતા. જો વિદ્યાર્થીઓ શબ્દો ના બોલે તો બેભાન થાય ત્યાં સુધી માર મારવામાં આવ્યો હતો.

આ સિવાય પીડિત વિદ્યાર્થીઓને સિનિયરો દ્વારા સવાલો પુછવામાં આવતા હતા. અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા. તો કેફી દ્રવ્યો બનાવી અને તેનુ બળજબરી પૂર્વક સેવન કરાવ્યુ હતુ અને દરમિયાન માર માર્યો હતો.રાત્રિના 3 કલાકે હોસ્ટેલ પર બોલાવી આ પીડિતોના અન્ય એક ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ ચકચારી ઘટના બાદ પીડિત વિદ્યાર્થીઓએ કોલેજના તંત્રને જાણ કરી અને મેડીકલ કોલેજનું તંત્ર સક્રિય થઈ ગયુ હતુ. તેમજ અને ત્રણેય ઇન્ટર્ન ડોક્ટરે ફરીયાદ નોંધાી છે. જે ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે 8 સિનિયર વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.
હવે મેડીકલ કોલેજમાં રેગિંગ કમિટિની બેઠક મળશે અને તેમાં ચર્ચા કર્યા બાદ સિનિયર વિદ્યાર્થીઓ સામે કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરાશે. આ ઘટનાથી હાલ તો કોલેજના જુનિયર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાલીઓમાં પણ ચિંતિત છે.
આ પણ વાંચો..
- Indigo: ક્રૂ મેનેજમેન્ટથી લઈને રિફંડ સુધી… તપાસ સમિતિના બે કલાકના ‘ક્લાસ’ દરમિયાન ઇન્ડિગોએ શું કહ્યું?
- Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે આરોપી હર્ષલ લાહિરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ પર
- IND vs SA 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી20આઈ રમાશે. પ્લેઇંગ ઇલેવન અને લાઇવ સ્ટ્રીમિંગ વિગતો મેળવો.
- Fire at a Goa nightclub: ગોવામાં આગની ઘટના પર મોટા સમાચાર, ક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઇલેન્ડમાં અટકાયત
- Rajkot: એક યુવકે તેની મહિલા સહકર્મીને વાળથી પકડીને માર મારીને કરી હત્યા,ઘટના CCTVમાં કેદ





