Ahmedabad: આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જેને લઈને હાર્ટએટેકની સમસ્યા વધી ગઈ છે. અવારનવાર હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના મોત થયા હોવાની કેસ સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદમાં વધુ પોલીસ અધિકારી (PI) નું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની DG ઓફિસમાં કાર્યરત પીઆઈ આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી નિધન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીઆઈ R.L. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા. તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે, ફરજના ભાગ રૂપે પોલીસમાં પરેડ કરવામાં આવતી હોય છે.વહેલી સવારે ગોમતીપુર હેડ કવાર્ટર ખાતે પરેડ ચાલી રહી હતી અને તે દરમિયાન પોલીસકર્મીને અચાનક છાતીમાં દુખાવો થતા તે ઢળી પડયા હતા.
વધુમાં પોલીસ કર્મચારીઓએ તેમને સ્થળ પર જ CPR આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ નિષ્ફળ ગયા અને તેમનું મૃત્યુ થયું.