જેમ જેમ ઉનાળાની ઋતુ શરૂ થશે તેમ તેમ લોકોમાં શેરડીના રસની માંગ વધવા લાગશે.
શેરડીનો રસ એક કુદરતી અને સ્વસ્થ પીણું માનવામાં આવે છે,
જે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને ઉર્જા પ્રદાન કરે છે.
તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટીઑકિસડન્ટ અને નેચરલ સુગર હોય છે
કેટલાક લોકોએ તેને પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
શેરડીના રસમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, જે લોહીમાં સુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.