Parimal Nathvani: છેલ્લા ઘણા દિવસથી સંત શિરોમણી જલારામ બાપાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીને કરેલા વિવાદીત નિવેદનને લઈને ચર્ચામાં છે. જેને લઈને રાજ્યભરમાં રોષ વ્યક્ત કરવાામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ અંગે ટ્વિટ કરી છે.
ફેસબુકમાં પોસ્ટ શેક કરતા પરિમલ નથવાણીએ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેતપુરના લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી છે આ સિવાય અમરેલીમાં પણ બે દિવસ સજ્જ઼ડ બંધ પાળવામાં આવ્યું હતું.