Women Day ની શુભેચ્છાઓ સાથે વર્ષ 2015માં શરૂ થયેલી અભયમ મહિલા હેલ્પલાઇન સેવાને દસ વર્ષ પૂર્ણ થયા છે. અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ગુજરાત સરકારનો મહિલાઓ પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ દર્શાવે છે. મહિલાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં અભયમ મહિલા હેલ્પલાઇન સેવાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Women Day પર એ પણ જાણવુ જરૂરી છે કે, ગુજરાત રાજ્યએ વિકાલલક્ષી વિવિધ બાબતોમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. રાજ્યની તમામ મહિલાઓને સશક્ત બનાવવા માટે વિકાસલક્ષી યોજનાની સાથે સાથે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડવા અને મદદ કરવા માટે પણ સતત પ્રયાસ કર્યો છે.  તેનું જ ઉદાહરણ છે, 8 માર્ચ 2015 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કાર્યાન્વિત કરવામાં આવેલ અભ્યમ હેલ્પ લાઈન સેવા, જેને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. 

મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે અને તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુથી 2015માં Women Day ના દિવસે ઉજવણી દરમિયાન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા 8 માર્ચ 2015, આંતરરાષ્ટ્રીય મહીલા દિવસના રોજ અભિયમ હેલ્પ લાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જેનું સંચાલન ઈ. એમ. આર. આઇ અને ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે, ગુજરાત સરકારની આ ફ્લેગશીપ યોજનાથી મહિલાઓને ત્વરિત પ્રતિસાદ અને યોગ્ય માર્ગદર્શન મળે છે.  

રાજ્યના તમામ વિસ્તારોમાં અભયમ સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુ વાન સાથે 24*7 વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ, લગ્નેત્તર સબંધ વગેરે બાબતોમાં અસરકારક રીતે કુશળ અભયમ રાખીને કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવે છે. જેથી અનેક મહિલાઓના જીવનમાં સુખમય પ્રકાશ ફેલાયો છે. 

આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતી, કાર્ય સ્થળે જાતિય સતામણી,બાળ જન્મની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો, આપઘાતના વિચારોમાંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહીલાઓ ને પરિવાર, નારીગૃહ કે આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રાખવા વગેરેમાં મહિલા, કિશોરીઓ અને વિદ્યાર્થિનીઓના પ્રશ્નોનું અભયમ હેલ્પલાઈન સેવાથી અસરકારક સુખદ નિવારણ આવ્યું છે. જેથી આજે ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વનીયતામાં વધારો થયેલ છે અને અભયમ હેલ્પ લાઇન સેવા મહિલાઓની સાચી સાહેલી તરીકે ઉભરી આવી છે.

આ યોજનાના પ્રારંભથી 2025 દરમિયાન કુલ 16,16,844 મહિલાઓએ મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇન માં સંપર્ક કર્યો. અને ઘટના સ્થળે પહોંચી 3,24,401 મહિલાઓને મદદ પહોચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરૂરિયાત મુજબ 99,467 જેટલાં મહિલાઓના ગંભીર કેસમાં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્કયું વાને મદદ, સલાહ અને બચાવ માટે કાર્ય કરેલ છે. આ ઉપરાંત 2,05,251 જેટલાં કેસમાં સમાધાન કરાવવામાં સફળતા પણ મળી છે.