Gujaratમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે તો આખો દિવસ ગરમીનો અહેસાસ થાય છે. ત્યારે હવે આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે.

મળતી માહિતી અનુસાર વહેલી સવારથી જ કેટલાક વિસ્તારમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક આવે તેવી આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં 30 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહી શકે છે. અમદાવાદ, આણંદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહેસાણા, નર્મદા,પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મહીસાગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.