Ahmedabad: અમદાવાદમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં ત્રણ મિત્રોએ જીવ ગુમાવ્યો છે. ફતેવાડી કેનાલ નજીક ત્રણ મિત્રો ટ્યૂશનના બહાને નીકળ્યા હતા. બાદમાં રિલ્સ બનાવવા પહોંચ્યા હતા અને ગાડીનો યુટર્ન લેતા કાર કેનાલમાં ખાબકી હતી. જે બાદ બે મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે હવે ત્રીજા મિત્રનો પણ મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર દુઘર્ટનાની વાત કરવામાં આવે તો યક્ષ ભંકોડીયા, યશ સોલંકી, ક્રિશ દવે અને વિરાજ રાઠોડ ઈસ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા ફતેવાડી કેનાલ ખાતે ગયા હતા. ત્યારે 17 વર્ષીય યક્ષ ગાડી ચલાવી રહ્યો હતો. અને સગીર યશ સોલંકી બાજુમાં બેઠો હતો. જ્યારે ક્રિશ દવે અને વિરાજસિંહ રાઠોડ પાછળની સીટ પર બેઠા હતા. શાસ્ત્રી બ્રિજથી ફ્તેવાડી પહોંચ્યા હતા.પરંતુ યુટર્ન લેતી વખતે આ ઘટના બની હતી. જોકે હવે 48 કલાક બાદ 19 વર્ષના ક્રિશનો મૃતદેહ મળી આવ્યો છે.