જિલ્લા ભાજપના નામોની યાદી
જામનગર – વિનુભાઈ ભંડેરી
બોટાદ – મયુર પટેલ
મહીસાગર – દશરથભાઈ બારિયા
સુરત – ભરતભાઈ રાઠોડ
જુનાગઢ – ચંદુભાઈ મકવાણા
અમરેલી – અતુલ કાલાણી
બનાસકાંઠા – કીર્તિસિંહ વાઘેલા
ગાંધીનગનર – અનિલ પટેલ
મહેસાણા – ગિરિશ રાજગોર
નવસારી – ભુરાભાઈ શાહ
નર્મદા – નીલ રાવ
શહેર ભાજપ પ્રમુખોની યાદી
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ – ગૌરવ રૂપારેલિયા
વડોદરા શહેર ભાજપ પ્રમુખ – જયપ્રકાશ સોની
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ – કૃણાલ શાહ
અન્ય નામોની જાહેરાત ચાલુ છે, નામો જાહેર થતા જ અમે આપને માહિતી પહોંચાડતા રહીશુ.
ગુજરાતના 33 જિલ્લાઓ માટે આજે ભાજપના પ્રમુખોના નામની જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ સેન્સ લેવાઈ હતી, તે બાદ ચૂંટણી કારણે નામોની જાહેરાત બાકી રહી હતી. ગતરોજ નગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી બાદ આજે જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દાઓ માટે તાજપોશી કરાશે.

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયોમાં બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. આજે 33 જિલ્લામાં કાર્યાલયો ખાતે કલ્સ્ટર ઈન્ચાર્જની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરાશે. ભાજપ દ્વારા પક્ષમાં સક્રિય હોય અને સંગઠનનો લાંબો અનુભવ ધરાવતા કાર્યકર્તાઓને સ્થાન અપાશે.
ભાજપ દ્વારા સંગઠનનું વિસર્જન કર્યા બાદ સદસ્યતા અભિયાન શરૂ કરાયુ હતુ. તે બાદ મંડલના પ્રમુખોના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં અનેક નામોએ સ્થાનિક કાર્યકર્તાઓને ચોંકાવ્યા હતા. એકદમ નવા ચહેરા પણ જેઓ મૂળ ભાજપના હોય અને યુવા હોય તેમને મંડલ પ્રમુખ બનાવાયા હતા. તે બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે જિલ્લા પ્રમુખોની પ્રક્રિયા મોકૂફ રખાઈ હતી.
આજે જિલ્લા પ્રમુખો માટે ભાજપે નામોની યાદી ફાઈનલ કરી અને જિલ્લા કક્ષાએ જાહેરાત કરવાના છે. જેમાં કલ્સ્ટર ઈન્ચાર્જ ઉપસ્થિત રહેશે. કાર્યકર્તાઓ પણ નવા પ્રમુખના નામ જાણા માટે આતુર છે.
ખાસ કરીને ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો હાલના ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પુનઃ પ્રમુખ બને તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો..
- શરૂઆતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા પછી Shardul Thakur એ પોતાનો ગુમાવ્યો ગુસ્સો
- Rishabh Pant નાક કાપવા માટે તૈયાર છે, 9 વર્ષ પછી IPLમાં આ કર્યું
- જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે અભિનેતા Vibhu Raghav
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી