Ahmedabad: અમદાવાદના ફતેવાડી કેનાલમાં ગઈકાલે સાંજે એક સ્કોર્પિયો કાર અચાનક પલટી ખાઈ કેનાલમાં ખાબકી. ઘટના બનતા જ સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. આ કારમાં 3 લોકો સવાર હતા. જે લોકો ડૂબી ગયા હતા. જેમાથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
નોંધનીય છે કે આ ઘટના બનતા જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય યુવકો ઘરેથી ટ્યૂશન જવાનું કહીને નીકળ્યા હતા. બાદમાં કાર ભાડે લઈને રીલ્સ બનાવવા ફતેવાડી પહોંચ્યા હતા. જે કોઈ કારણોસર કાર યુટર્નમાં મુશ્કેલી થતા કાર કેનાલમાં ખાબકી હતી.