આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. જે ચેઝ કરતા ભારતે 4 વિકેટ ગુમાવી અત્યાર સુધી 200 રન બનાવ્યા છે. હવે ભારતે 55 બોલમાં 59 રનની જરૂર છે.

હાલ કિંગ કોહલી ક્રિઝ પર છે, જેણે 90 બોલમાં 80 રન ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલુ બેટીંગ કરતા 265 રન બનાવ્યા હતા. જે ચેઝ કરતા ભારતે અત્યાર સુધી 200 રન 40 ઓવરમાં પુરા કર્યા છે. ભારતનું બેટીંગ જોતા શ્રેયસ અય્યરે 62 બોલમાં 45 રન કરી આઉટ થયો છે. જ્યારે રોહિત શર્મા 29 બોલમાં 28 રન કરીને વિકેટ ગુમાવી હતી. તો અક્ષર પટેલે 30 બોલમાં 27 રન ફટકારી પોતાની વિકેટ ગુમાવી હતી. હાલ કોહલી અને કે. એલ. રાહુલ ક્રિઝ પર છે. ભારત 6.63 રનરેટની જરૂર છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા (AUS): સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, કૂપર કોનોલી, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા અને તનવીર સંઘા.