વર્ગ 1 અને 2માં ભરતીને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. વર્ગ 1 અને 2ની ભરતી માટે લાંબા સમયથી નિયમોની રચના ચાલી રહી હતી.

ગુજરાતમાં સરકારી નોકરી માટે ભરતી પરીક્ષાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પરીક્ષા આપી શકાશે. પરીક્ષા પ્રિલિમ અને મુખ્ય એમ બે તબક્કામાં લેવાશે. મુખ્ય પરીક્ષામાં ભાગ લેવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછાશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં લેખિત પરીક્ષા અને પર્સનાલિટી ટેસ્ટનો સમાવેશ થશે. પરીક્ષાનો સિલેબસ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પરીક્ષા પહેલાં જાહેર કરવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કરેલ નવા નિયમો નીચે મુજબ છે.

  •   હવેથી ભરતી પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લઈ શકાશે.
  •  પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે.
  •  મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે.
  •  પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
  •  મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ લેવાશે.
  •  પર્સનાલિટી ટેસ્ટ ગાંધીનગરમાં લેવાશે.
  •  ભરતી પરીક્ષા પહેલા GPSC સિલેબસ જાહેર કરશે.
  •  ઉમેદવારના ઓર્ડર પ્રેફરન્સ સહિતના વિગતવાર નિયમોને લઈ ગેઝેટ જાહેર થયું છે.
  •  આ નિયમો પર કામ ચાલી રહ્યું હોવાથી અગાઉ GPSCએ વર્ગ 1-2ની બે ભરતીઓ રદ કરી હતી.
  •  ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-1ની 1 પોસ્ટ અને અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૨ ની કુલ 2 પોસ્ટ પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જે રદ કરવામાં આવી હતી અને વિભાગ દ્વારા નવેસરથી આ પોસ્ટ માટે નવી જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

આ પણ વાંચો..