ગુજરાતમાં ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસ તરફથી રાજ્ય સરકારની પ્રધાનમંત્રી પાક વિમા યોજનાના વિકલ્પ તરીકે નવી યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મુક્યો. કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં આ યોજના બંધ કરવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તેના જવાબમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ નાણાકીય વર્ષમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન વેઠનારા ખેડૂતોને સહાયની તરીકે 1,162 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

નાણાકીય મંત્રી કનુભાઈ દેસાઈએ ‘કુદરતી આફતો માટેની સહાય’ અંતર્ગત 1,249 કરોડ રૂપિયા મંજૂર કરવાની માંગણી કરી, જેથી ખેડૂતોને કુદરતી આફતોથી થતા નુકસાનનું વળતર ચુકવી શકાય.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રસ્તાવ મૂકી અને રાજ્ય સરકાર સમક્ષ મુખ્યમંત્રી પાક વીમા યોજના શરૂ કરાવની માંગણી કરી. આ માટે શૈલેષ પરમારે રાજ્ય સરકાર દ્વારા 2020માં પ્રધાનમંત્રી પાક વિમા યોજના બંધ કરી હોવાનું કારણ દર્શાવ્યુ હતુ.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ કે, હાલમાં અચોક્કસ સમયાંતરે કમોસમી વરસાદ પડે છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવુ પડે છે. આપણી પાસે પ્રધાનમંત્રી પાક વિમા યોજના હતી, પરંતુ તે બંધ કરી દેવાઈ છએ. જેથી અમે મુખ્યમંત્રી પાક વિમા યોજના શરૂ કરવાની માંગણી કરીએ છીએ.

કોંગ્રેસના આ પ્રસ્તાવનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ કે, ગુજરાત સરકાર ગુજરાત સરકાર દ્વારા રાજ્ય આફતના વિશેષ ફંડમાંથી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2024માં મૂશળધાર વરસાદ દરમિયાન 27 જિલ્લામાં 7.95 લાખ ખેડૂતોને થયેલુ 1162 કરોડના નુકસાનનું વળતર ચુકવ્યુ છે.

આ સિવાય વરસાદી આફતના કારણે કપાસ ઉત્પાદકોને થયેલા નુકસાન બદલ 429.21 કરોડ રૂપિયા અને અનાજ ઉત્પાદ કો માટે 44 કરોડ રૂપિયા સહાય ચુકવી આપી છે. મેં ચાલુ નાણાંકીય વર્ષમાં આવી આપદાઓ માટે 1249 કરોડ રૂપિયાના અલગ ફંડની માંગણી કરી છે. નાણાંમંત્રીએ અન્ય પક્ષો પણ આ કામગીરીને સમર્થન કરશે, તેમ જણાવતા જ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રજૂ કરેલો પ્રસ્તાવ પરત લીધો હતો.

આ પણ વાંચો..