રમઝાન દરમિયાન વડોદરા મહાનગરપાલિકા શાસિત શાળાઓના સમયમાં ફેરફાર કરાતા વિવાદ ઉઠ્યો છે. વડોદરામાં રમઝાન દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) શાસિત શાળાઓના સમયપત્રકમાં ફેરફારને લઈને વિવાદ થયો છે.

ભાજપ શાસિત મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ બોર્ડ દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તેવી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ વિશ્વ હિંદુ પરિષદને થતા વિરોધ નોંધાવ્યો છે અને ઠેર-ઠેર દેખાવો શરૂ કર્યા છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના ક્ષેત્રિય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશભરમાં સમાન નાગરિક ધારો (Uniform Civil Code) લાગુ કરવા માટે એકમત ઊભો કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા હેઠળ ભાજપ શાસિત મનપાની શાળાઓમાં રમઝાન માસને ધ્યાનમાં રાખી, સમયપત્રકમાં ફેરફાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આમાં તૃષ્ટિકરણ નીતિ અપનાવવાનો આરોપ પણ ઉઠાવ્યો છે.

આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યુ છે કે, વડોદરામાં શાળાના સમયમાં ફેરફાર કરવાની વિગતો ધ્યાને આવી છે. આ બાબતે તપાસના આદેશ અપાયા છે. ત્યાંના શિક્ષણાધિકારી સાથે વાત કરી છે અને સમગ્ર બાબતે રીપોર્ટ મંગાવ્યો છે.
આ પણ વાંચો
- IndiGoના CEO અને મેનેજરને મળી રાહત, DGCA નોટિસનો જવાબ આપવા માટે આપ્યો વધુ સમય
- Donald Trumpનો યુદ્ધવિરામ કરાર નિષ્ફળ ગયો, થાઇલેન્ડે કંબોડિયા સરહદ પર કર્યો હવાઈ હુમલો
- ડ્રોપઆઉટમાં 341%નો વિક્રમી વિસ્ફોટ, 2.40 લાખથી વધુ બાળકો શાળા બહાર એટલે કે out of School :Dr. Parthivrajsinh Kathwadia
- Gujarat: બે હજારથી વધુ લોકોને તેમના પોતાના ઘરની ભેટ આપવામાં આવી હતી
- Kutch: મોબાઇલ ફોન માટે સગીર બાળકે બોરવેલમાં માર્યો કૂદકો, 8 કલાકના બચાવ કાર્ય બાદ થયું મોત




