PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. જામનગર અને સોમનાથનો કાર્યક્રમ પતાવ્યા બાદ આજે તેઓ ગીર પહોંચ્યા છે. તેમણે ગીરમાં WorldWildlifeDay નિમિત્તે પોતાના જૂના દિવસો યાદ કર્યા છે. તો સાથે જ દેશવાસીઓને ગીરની મુલાકાત લેવા આગ્રહ કર્યો છે.

ગીર પહોંચેલા PM મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, આજે સવારે, #WorldWildlifeDay પર, હું ગીરમાં સફારી પર ગયો હતો, આપણે બધા જાણીએ છીએ કે, ગીર એ એશિયાઈ સિંહોનું ભવ્ય ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોમાં, સામૂહિક પ્રયાસોએ એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થયો છે. તે સુનિશ્ચિત છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.
ગીરની કેટલીક વધુ ઝલક અહીં આપેલી છે. હું તમને બધાને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું.’
તેમણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યુ કે, ‘ગીરમાં સિંહો અને સિંહણ! આજે સવારે ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો.’


તેમજ ‘છેલ્લા દાયકામાં, વાઘ, દીપડા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું ઊંડું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે ટકાઉ રહેઠાણો બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.’
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસિય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ જામનગર પહોંચ્યા બાદ ત્યાં કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. ત્યારે ગતરોજ PM મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. જ્યારે આજે ગીરની મુલાકાત લીધી છે.