ઉતરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 57 મજૂરો ફસાઈ ગયા હતા. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ હાલની માહિતી મુજબ 8 મજૂરોનું આ હિમસ્ખલનમાં મૃત્યુ થયુ છે. મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એક બરફનો પહાડ તૂટી પડતા આ દુર્ઘટના બની હતી.

ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની હતી. હિમસ્ખલનમાં માણાં ગામમાં એક બરફનો પહાડ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. આ હિમસ્ખલનમાં 57 મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી અત્યાર સુધી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ આ દુર્ઘટનામાં 8 મજૂરોના મૃત્યુ થયા છે. ઘટના બની તે સમયે પ્રશાસન અને BROની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ITBP અને ગઢવાલ સ્કાઉટની ટીમ રાહત-બચાવમાં કાર્યમાં જોડાઈ ગયુ હતુ. આ હિમસ્ખલન વખતે અત્રે સ્થળ પર અનેક મજૂરો રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત આ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન દુર્ઘટના બનતા ભાગદોડ મચી અને તેમાં અનેક મજૂરો બહાર નીકળી ગયો હતા. પરંતુ 57 મજૂરો ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે અને 8ના મોત થતા સેનાના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે.
મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ, ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરીના ત્રીજા દિવસે, એજન્સીઓએ ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો છે.
આ પણ વાંચો…
- Junagadh: ત્રણ ગેરકાયદેસર દરગાહ સહિત આઠ ધાર્મિક સ્થળો પર બુલડોઝર એક્સન, ફોર્સની હાજરીમાં રાતોરાત કરાઈ કાર્યવાહી
- Gujarat: વડાલી સામૂહિક આત્મહત્યા કેસમાં 2 આરોપીઓ સામે ગુનો દાખલ, થયો મોટો ખુલાસો; એકની ધરપકડ
- Gujarat સરકારે જાહેર કરી સ્પેસ ટેક પોલિસી, બન્યું દેશનું પ્રથમ રાજ્ય
- Congress ગુજરાતમાં એકલા હાથે લડશે પેટાચૂંટણી, નહીં કરે AAP સાથે ગઠબંધન
- JEE MAIN Result 2025:JEE મેઈન્સનું પરિણામ જાહેર, બે ગુજરાતીઓએ વગાડ્યો દુનિયાભરમાં ડંકો