આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ ચાલી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 249 રન બનાવ્યા છે અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો છે.

બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મેચની વિજેતા ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. હારનારી ટીમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ પોતાના ગ્રુપમાં ટોચ પર પહોંચશે.
ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી અને પહેલા પાવરપ્લેમાં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને ત્રીજી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો. વાઈસ કેપ્ટન શુભમન ગિલ 2 રન બનાવીને ફાસ્ટ બોલર મેટ હેનરીના બોલ પર LBW આઉટ થયો હતો. પછી છઠ્ઠી ઓવરમાં, કેપ્ટન રોહિત શર્મા પણ પુલ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે કાયલ જેમિસનના બોલ પર વિલ યંગના હાથે કેચ આઉટ થયો. આ પછી, ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂપમાં મોટો ઝટકો લાગ્યો, જે હેનરીના બોલ પર કેચ આઉટ થયો. કોહલીનો કેચ ગ્લેન ફિલિપ્સે હવામાં ડાઇવ મારતા પકડ્યો. તે બાદ છેલ્લે અક્ષર પટેલની પણ વિકેટ પડતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં નિરાશા સાંપડી છે. જો કે, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ ધુંઆધાર બેટીંગ કર્યુ છે. અય્યરે 79, અક્ષર પટેલે 42 અને હાર્દિક પંડ્યાએ 45 રન બનાવ્યા છે. ભારતીય ટીમનો સ્કોર 249 થયો છે. હવે ન્યુઝીલેન્ડે જીતવા માટે 250 રનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.
આ પણ વાંચો..
- Anil Jha: ભાજપના શાસનમાં પુજારીની નિર્દયતાથી હત્યા, હિન્દુઓની શ્રદ્ધા પર હુમલો – અનિલ ઝા
- ચીનમાં મોદી-જિનપિંગની મુલાકાત પર ટ્રમ્પ કેમ નજર રાખશે, SCO સમિટનો એજન્ડા શું છે?
- Harpal singh cheema: GST દર તર્કસંગતીકરણ હેઠળ રાજ્યોની નાણાકીય સ્થિરતા માટે મજબૂત વળતર માળખું બનાવવું જોઈએ – હરપાલ સિંહ ચીમા
- ભાજપના ભ્રષ્ટાચારને ઉઘાડા પાડ્યા માટે ચૈતર વસાવાને જેલમાં ગોંધી રાખવાનું કામ ભાજપ કરી રહ્યું છે: AAP
- ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવો જોઈએ… Gujaratના એકમાત્ર કોંગ્રેસના સાંસદે ભાજપ સરકાર પાસે કરી માંગ