કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં શનિવારે મણિપુરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, સેના અને પેરામિલેટ્રી ફોર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મણિપુરનું વાતાવરણ શાંત કરવા ઉપરાંત ગેરકાયદેસર હથિયારો જમા કરાવવા અંગે મહત્વની ચર્ચા કરાઈ છે.

New Delhi: Union Home Minister Amit Shah chairs a meeting to review security situation in Manipur, in New Delhi, Saturday, March 1, 2025. (PTI Photo)(PTI03_01_2025_000167A)

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ મણિપુર અંગે આ પહેલી મહત્વની બેઠક હતી. આ બેઠકમાં અમિત શાહે રાજ્યમાં બંધ કરાયેલા તમામ રસ્તા ખોલી નાખવાની સૂચના આપી હતી. આ બાબતે કોઈ પણ પ્રકારની અડચણ થાય તો આકરા પગલાં લેવા માટે પણ નિર્દેશ આપ્યા છે. મણિપુરમાં છેલ્લા બે વર્ષથી પરીસ્થિતિ વણસી છે અને હિંસા થઈ રહી છે, ત્યારે આ હિંસામાં 200થી વધારે લોકો માર્યા ગયા છે.

ગૃહ વિભાગે આપેલા એક નિવેદનમાં જણાવ્યુ કે, મણિપુરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ડ્રગ્સની હેરાફેરી અને ધંધામાં સંળાયેલા આખા માળખાને નષ્ટ કરી દેવુ પડશે. ગૃહમંત્રીએ મણિપુરની સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. એન. બિરેનસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ પૂર્વોત્તરના આ રાજ્યમાં રાજકીય અનિશ્ચિતતા લાગુ થઈ ગઈ હતી. જે બાદ 13 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ હતુ.

મણિપુરના રાજ્યપાલ ભલ્લાએ લૂંટેલા અને ગેરકાયદેસર રાખવામાં આવેલા હથિયારો સ્વૈચ્છિક રીતે પોલીસને પરત કરવા વિનંતી કરી હતી. તેમણે સ્વૈચ્છિક રીતે હથિયારો પરત કરનારા સામે કાર્યવાહી ન કરવાની ખાતરી પણ આપી હતી. આ હેઠળ ખીણ પ્રદેશના જિલ્લાઓમાંથી 300થી વધારે હથિયારો પ્રજાએ પરત કરી દીધા છે. આમાં મેઇતેઈ ઉગ્રવાદી જૂથ અરંબાઈ ટેંગોલે દ્વારા સોંપવામાં આવેલા 246 હથિયારોનો સમાવેશ થાય છે. ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી.

આ પણ વાંચો..