ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આજે બોર્ડની પરીક્ષાનું બીજુ પેપર હતુ. ધોરણ-10માં ગણિતનું પેપર હોવાથી વિદ્યાર્થીઓમાં સામાન્ય ડર હતો. જો કે, આ પેપર સરળ નીકળ્યુ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને પરત નીકળતા સમયે આનંદીત જોવા મળ્યા હતા. જ્યારે ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રવાહનું કેમેન્સ્ટ્રીનું પેપર હાલ ચાલી રહ્યુ છે.

આજે બોર્ડની પરીક્ષા દરમિયાન ગુજરાતના સુરત શહેરમાં એક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો કર્યો હતો. સુરતની શારદાયતન સ્કૂલમાં વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટી મોડી આપવામાં આવી હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, માંગણી કર્યા બાદ અડધો કલાક સુધી વધારાની સપ્લીમેન્ટી આપવામાં આવી નહોતી. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉહાપોહ મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એમ પણ જણાવાયુ હતુ કે, સપ્લીમેન્ટી મોડી મળતા 15 માર્ક્સ જેટલુ લખવાનું બાકી રહી ગયુ છે. આ તરફ વાલીઓ દ્વારા પણ સ્કૂલ પ્રશાસન પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. જો કે, શાળા પ્રશાસન અને જિલ્લા શિક્ષણ વિભાગ જવાબ આપવામાં અસમર્થ રહ્યા હતા. આ સમગ્ર મામલે વાલીઓનો રોષ જોઈ શાળા પ્રશાસને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
હાલ તો ધોરણ-12ના સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રવાહના કેમેન્સ્ટ્રીનું પેપર હજારો વિદ્યાર્થીઓ આપી રહ્યા છે અને હજુ સુધી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે આજના પેપરોમાં ગેરરીતિ અંગે કોઈ વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહના બીજા સેશનમાં તત્વજ્ઞાન (136) વિષયમાં મહેસાણામાં એક ગેરરીતિનો કેસ નોંધ્યો છે.
તો ગતરોજ 28 ફેબ્રુઆરીએ ધોરણ-12ની પરીક્ષા આપવા માટે કુલ 89456 પાકી 87858 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જ્યારે 1598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી.
આ પણ વાંચો..
- Congress ગુજરાતમાં એકલા હાથે લડશે પેટાચૂંટણી, નહીં કરે AAP સાથે ગઠબંધન
- JEE MAIN Result 2025:JEE મેઈન્સનું પરિણામ જાહેર, બે ગુજરાતીઓએ વગાડ્યો દુનિયાભરમાં ડંકો
- Horoscope: 12 રાશિના જાતકોનો કેવો રહેશે શનિવાર, જાણો તમારું રાશિફળ
- 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GSTની વાત અફવા નીકળી
- Vice president: બંધારણની કલમ ૧૪૨ પર ચર્ચા શા માટે થઈ રહી છે? સરકાર અને વિપક્ષ સામસામે