કાજુનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

તેમાં આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામીન, એન્ટી ઓક્સીડેન્ટ વગેરે પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.

નિષ્ણાંતોના મતે કાજુમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી અને પ્રોટીન અને ચરબી વધુ હોય છે, જે સુગર લેવલને સંતુલિત રાખે છે.

કાજુ ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડીને ડાયાબિટીસને વધતા અટકાવે છે.

જો કે, વધુ માત્રામાં કાજુ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે, તેથી નિષ્ણાતોની સલાહ મુજબ કાજુ માત્ર નિયંત્રિત માત્રામાં જ ખાઓ.

ડાયાબિટીસના દર્દીઓએ થોડા સમયાંતરે જ કાજુ ખાવા જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ માટે કાજુ ખાવાની વિવિધ રીતો છે જેમ કે તેને કુદરતી રીતે ખાવું, તેને ડ્રાયફ્રૂટ્સ અથવા કાજુની ચટણી તરીકે ખાવું અથવા દૂધ સાથે ખાવું.