અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી વચ્ચે અમેરીકામાંના વોશિંગ્ટનમાં બેઠક થઈ. આ બેઠક બાદ બંને નેતાઓ પત્રકાર પરીષદમાં આવ્યા અને આ દરમિયાન તેમની વચ્ચે કેટલીક બાબતોને લઈ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. ઝેલેન્સકી પોતાના દેશ પર વિતેલી ક્ષણો સાથે આક્રોશિત વેદનાઓ ઠાલવી રહ્યા હતા, ત્યાં ટ્રમ્પે યુદ્ધ દરમિયાન અમેરીકાએ યુક્રેનને કરેલી મદદ ગણાવી અને ઝેલેન્સકીને લપડાક લગાવી અરીસો બતાવી દીધો હતો.

વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેની મુલાકાતે આખી દુનિયામાં ચર્ચા જગાવી છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠક દરમિયાન બંને દેશના સર્વોચ્ચ વડાઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ. જેણે દુનિયાને અચંબામાં મુકી દીધી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત સૌહાર્દપૂર્ણ રીતે શરૂ થઈ. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે ઘણા કરારો પર ચર્ચા થવાની હતી. દરમિયાન, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો મુદ્દો સામે આવ્યો, ત્યારે બંને નેતાઓ ઉગ્ર થઈ ગયા હતા. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઝેલેન્સકી પર અમેરીકાનું અપમાન કરવાનો આરોપ મુક્યો હતો. તેમણે ટકોર કરતા જણાવ્યુ હતુ કે, તમારી નીતિઓ તમારા દેશનો નાશ કરે તેવી પરીસ્થિતિ છે.
ઝેલેન્સકીએ જવાબ આપતા જણાવ્યુ કે, ‘તમે(અમેરીકા) યુક્રેનની પરિસ્થિતિ સમજી શકતું નથી. તમારી પર આપદા આવશે તો તમને તેનો અનુભવ થશે’ અમે યુદ્ધની શરૂઆતમાં એકલા હતા. આટલુ કહેતા જ ટ્રમ્પે ઝેલેન્સકીને ટકોર કરી કે, તમારે અમેરીકાને શું અનુભવવું તે કહેવાની જરૂર નથી. અમારે શું અનુભવવું જોઈએ તે નક્કી કરવાની તમારી હાલ કોઈ સ્થિતિ નથી. તો ટ્રમ્પે ઝેલેન્સકીને અરીસો બતાવતા જણાવ્યુ હતુ કે, અમેરીકાએ 350 મિલિયન ડોલરની મદદ કરી છે અને યુદ્ધમાં અમેરીકાએ સંશાધનો પૂરા પાડ્યા, તેનાથી જ તમે ટક્કર આપી શક્યા છો. હાલ તમે વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલવાને પ્રોત્સાહન આપી રહ્યા છો.
બંને દેશોના વડા વચ્ચે આ ઉગ્ર માથાકૂટ બાદ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે રાત્રે ફ્લોરિડાના પામ બીચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી સીધા તેમના નિવાસસ્થાને ગયા. આ દરમિયાન ઝેલેન્સકી બ્રિટન જવા રવાના થઈ ગયા છે. હવે તેઓ લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર દ્વારા આયોજિત યુક્રેન પરના શિખર સંમેલનમાં ભાગ લેશે.
આ દેશોએ યુક્રેનને સમર્થન જાહેર કર્યુ
આ ઘટના બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ, જર્મન ચાંસેલર, સ્પેન, પોલેન્ડ સહિતના દેશોએ યુક્રેનની સાથે ઉભા રહેવાનો નિર્ણય લીધો છે. એટલુ જ નહીં, આ મામલે ઈટલીના વડાપ્રધાન જોર્જીયો મેલોનીએ તાત્કાલિક સંયુક્ત રાષ્ટ્રના અમેરીકા, યુરોપીયન દેશો અને તેના સહયોગી દેશો વચ્ચે શિખર સંમેલન બોલાવવા આહ્વાન કર્યુ અને આ મામલે ચર્ચા કરવાની માંગણી કરી છે.