ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની છે. માણાં ગામમાં એક બરફનો પહાડ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ છે. આ હિમસ્ખલનમાં 57 મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી અત્યાર સુધી 16નો બચાવ કરી લેવાયો છે. પરંતુ હજુ 41 મજૂરો અત્રે દબાયેલા છે.
ઉતરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 57 મજૂરો ફસાઈ ગયા છે. જેમાંથી 16નો બચાવ કરી લેવાયો છે. જો કે, હજુ સુધી 41 મજૂરો ફસાયેલા છે. જેમનુ રેસક્યુ કરવાનું ચાલુ છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મજૂરો કામ કરી રહ્યા હતા, દરમિયાન એક બરફનો પહાડ તૂટી પડતા આ ઘટના બની છે.

ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની છે. માણાં ગામમાં એક બરફનો પહાડ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ છે. આ હિમસ્ખલનમાં 57 મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી અત્યાર સુધી 16નો બચાવ કરી લેવાયો છે. પરંતુ હજુ 41 મજૂરો અત્રે દબાયેલા છે. જેમની શોધખોળ હજુ ચાલુ છે. ઘટના બાદ પ્રશાસન અને BROની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. હાલ તો ITBP અને ગઢવાલ સ્કાઉટની ટીમ રાહત-બચાવમાં કાર્ય કરી રહી છે. મળતી માહીતી મુજબ આ ઘટના બની તે વખતે ખૂબ મોટી સંખ્યામાં મજૂરો અહીંયા કામ કરી રહ્યા હતા. તમામ મજૂરો BROના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા હતા. હિમસ્ખલન થતા દોડધામ મચી અને કેટલાય મજૂરો ભાગવામાં સફળ રહ્યા, પરંતુ 57 મજૂરો ફસાઈ ગયા હતા.
ચમોરીના જિલ્લા કલેક્ટર સંદીપ તિવારીએ IRS સાથે જોડાયેલા અધિકારીઓને રાહત બચાવની કામગીરી માટે જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યુ કે, માણાં ગામની પાસે રોડની નજીક હિમસ્ખલનની માહિતી મળી છે. અહીંયા સેનાની અવર-જવર માટે રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરનારા 57 મજૂરો ઘટના સ્થળની નજીક હોવાની માહિતી સાંપડી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. સેનાની સાથે, ITBP, NDRF, SDRFની બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.