બોલીવૂડના એક કપલે પોતાના ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે. સોશિયલ મીડિયા પર એક ફોટો અપલોડ કર્યો અને તેમાં લખ્યુ કે, ‘જીવનની સૌથી મોટી ભેટ જલ્દી જ મળવાની છે.’ જો કે, આ કપલને પ્રેગ્નેન્સી અંગે આ ન્યુઝ ચાહકોને આપ્યા છે.

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલીવૂડનુ શ્રેષ્ટ કપલ છે. ચાહકો આ કપલને ખૂબ પસંદ કરે છે. હવે કિયારા અને સિદ્ધાર્થના ઘરે નાના બાળકનું આગમન થવાનુ છે. આ અંગે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચાહકોને શુભ સમાચાર આપ્યા છે. આ સમાચાર સાંભળી તમામ લોકોએ આ કપલ પર શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે.
આજે શુક્રવારે કિયારા અને સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી. આ પોસ્ટમાં દેખાતા ફોટામાં કપલના હાથ દેખાય છે અને તે હાથમાં નાના બાળકના મોજા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટની કેપ્શનમાં લખ્યુ છે કે, ‘અમારા જીવનની સૌથી મોટી ભેટ જલ્દી જ મળવાની છે.’

ઉલ્લેખનીય છે કે, કિયારા અને સિદ્ધાર્થની પ્રથમ મુલાકાત 2021માં આવેલી તેમની ફિલ્મ શેરશાંહના સેટ પર થઈ હતી. યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સિદ્ધાર્થે પરમવીર ચક્ર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ કર્યો હતો. જ્યારે કિયારાએ આ ફિલ્મમાં તેમની ગર્લ ફ્રેન્ડ ડિંપલ ચિમાનો અભિનય કર્યો હતો. આ ફિલ્મના શૂંટીંગ દરમિયાન બંને વચ્ચે મૈત્રી થઈ હતી અને બાદમાં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ.
કિયારા અને સિદ્ધાર્થ 7 ફેબ્રુઆરી, 2023ના દિવસે રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સુર્યગઢ પેલેસમાં લગ્નગ્રંથીમાં જોડાયા હતા. બંનેએ પરીવાર અને નજીકના મિત્રોની હાજરીમાં 7 ફેરા ફર્યા હતા. તે બાદ મુંબઈમાં એક ખૂબ મોટુ રીશેપ્સન આપ્યુ હતુ. હવે આ કપલ માતા-પિતા બનવાના છે.