Gold Price Today: હિન્દુ કેલેન્ડર મુજબનો મહા મહિનો એકરીતે લગ્નની સિઝન ગણાય છે. મહા મહિનાની સાથે લગ્નની સિઝન પૂર્ણ થઈ છે. ત્યારે હવે સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. એક માસ પહેલા સુધી સોનાના ભાવો સતત વધી રહ્યા હતા, હવે ભાવો ઘટ્યા છે.

શુક્રવાર 28 ફેબ્રુઆરીએ સોનું સસ્તું થયું છે. આ પહેલા ગુરુવારે પણ ભાવો ઘટ્યા હતા અને આજે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીના છેલ્લા દિવસે 24 કેરેટ સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. તો સાથે જ, 22 કેરેટ સોનાની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,300 રૂપિયા નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,100 રૂપિયા પર સ્થિર છે. અમદાવાદમાં સોનાના ભાવોની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 87,420 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 80,140 રુપિયા નોંધાયો છે. ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ આ ભાવ સ્થિર છે. ડોલર મજબૂત થાય અથવા યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લે તેવા સંજોગોમાં સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ, મેક્રો ઇકોનોમિક ડેટા, ડોલરમાં વધઘટ અને બોન્ડ યીલ્ડ સોનાના ભાવો પર અસર કરી છે. આજે, ઘણા ફેડ અધિકારીઓ તેમના મંતવ્યો શેર કરશે, જે આ વર્ષે યુએસ વ્યાજ દરોની દિશા વિશે સંકેતો આપી શકે છે. શુક્રવારે, યુએસ ફેડનો મનપસંદ ફુગાવો સૂચકાંક – વ્યક્તિગત વપરાશ ખર્ચ (PCE) ડેટા બહાર પાડવામાં આવશે, જે વ્યાજ દરો અંગે બજારની અપેક્ષાઓને આકાર આપશે.